GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

હ્રદય દ્વાવક ઘટના! વૃદ્ધનો જીવ ના ગયો ત્યાં સુધી ઢોરે શીંગડા અને પગેથી ખૂંદયા, રખડતા ઢોરનો આંતક

ગુજરાત રાજ્યના ઘણા શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. વડોદરા જામનગર, રાજકોટ સહિતના શહેરોમાં પશુઓએ આતંક મચાવ્યો છે. જામનગર શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. શહેરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો છે. શહેરના ચાંદી બજાર પાસેના વાણિયાવડ વિસ્તારમાં ઘરની બહાર નિકળી રહેલા આ વૃદ્ધને ઢોરે અડફેટે લીધી હતા. તો બીજી તરફ વૃદ્ધ બેભાન ન થયા ત્યાં સુધી ઢોરે એ હદે શિંગડા અને પગથી રગદોળ્યા હતા. તો બીજી તરફ વૃદ્ધને સારવાર મળે તે પહેલાજ વૃદ્ધનો જીવ ગયો હતો, સમગ્ર ઘટનાના હ્રદય દ્વાવક સીસીટીવી સામે આવ્યા છે.

રાજમાર્ગો પર રખડતા ઢોરોનું રાજ યથાવત

શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરોનું રાજ યથાવત છે. પાલિકા જાણે આ મામલે આરામ ફરમાવતું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ રખડતા ઢોર લોકોને અડફેટે એવા લે છે કે તેમના હાડકાં ભાંગી નાખે છે, કોઈક વખતતો જીવ પણ લઈ લે છે, તેમછત્તાં સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું. આવીજ ચોંકાવનારી ઘટના ચાંદી બજાર વિસ્તારમાંથી સામે ાવી વૃદ્ઘ હજુ ઘરની બહાર જ નીકળ્યા હતા, અને રખડચા ઢોરે અડફેટે લીધા હતા. ઘટના સ્થળેથી લોકો તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પણ વૃદ્ધનું હોસ્પિટલ લઇ જવાય તે પૂર્વે જ મોત નિપજ્યું હતું.

6 લોકોએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો

તો બીજી તરફ રવિવાર સાંજે ચાર-પાંચ રખડતા ઢોરોનો વધુ ત્રાસ સામે આવ્યો હતો. જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ એ હદે વધ્યો છે કે 6 લોકોએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો હતો.

READ ALSO

Related posts

મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી

GSTV Web Desk

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed
GSTV