GSTV
Gujarat Government Advertisement

જામનગરઃ ભાજપના જ બે નેતાઓ મેદાનમાં આવતા યાર્ડનો ચૂંટણી જંગ બન્યો રસપ્રદ

Last Updated on November 29, 2018 by Arohi

જામનગર માર્કેટીંગ યાર્ડની સત્તા કબ્જે કરવા ભાજપના જ બે નેતાઓ મેદાનમાં આવતા યાર્ડનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. જામનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસથી ભાજપમાં આવેલા અને યાર્ડના વર્તમાન પ્રમુખ રાઘવજી પટેલની પેનલ છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલે પણ પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે. બંને જૂથો મતદારો પોતાની સાથે હોવાના અને પોતાના વિજયના દાવાઓ કર્યા છે.

આગામી દસમી તારીખે યોજાનારી જામનગર માર્કેટીંગ યાર્ડની 14 બેઠકોની ચૂંટણી માટે વર્તમાન પ્રમુખ રાઘવજી પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલે પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી.

બાર ઓગણચાલીસના વિજય મુહુર્તે બંને પેનલના ઉમેદવારો એકસાથે ફોર્મ ભરવા પહોંચતા એકજ પાર્ટીના કાર્યકરો બે અલગ અલગ જૂથમાં વહેંચાયેલા જોવા મળ્યા.
જિલ્લા ભાજપ પ્રમુખને જયારે એકજ પાર્ટીમાંથી બે ઉમેદવારોની ઉમેદવારી બાબતે પૂછવામા આવ્યું તો ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો.

સહકારી ક્ષેત્રે ચૂંટણી જંગ ભલે પાર્ટીના સિમ્બોલ પર ન લડાતા હોય. પરંતુ, આજે જામનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારી કરવા આવેલા રાઘવજી પટેલ તો ભાજપનો ખેસ ધારણ કરીને જ આવ્યા હતા. રાઘવજી પટેલનું માનીએ તો, તેઓએ મુખ્યમંત્રી અને પક્ષના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

રાઘવજી પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામા આવ્યા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ટિકિટ આપવામા આવી, ત્યારે પાર્ટીમાં નારાજગી હોવાની ચર્ચાઓ હતી. જેની અસર ચૂંટણી પરિણામો પર પણ જોવા મળી હતી. ત્યારે હવે એકજ પાર્ટીના બે નેતાઓએ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારી કરી છે ત્યારે તેને નારાજગી નહીં તો શું કહેવું ?

Read Also 

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!