GSTV
Home » News » જામનગર બન્યું ‘ડેન્ગ્યુનગર’ : MBBSનો અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીનું મોત

જામનગર બન્યું ‘ડેન્ગ્યુનગર’ : MBBSનો અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીનું મોત

જામનગરમાં ડેન્ગ્યુએ કહેર વરસાવ્યો છે. જામનગરમાં ડેન્ગ્યુને કારણે મેડિકલ કોલેજની એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે.

મૃતક વિદ્યાર્થીનીનું નામ રિયા પટેલ છે અને તે એમબીબીએસના બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી.

અમદાવાદમાં સારવાર દરમ્યાન રિયા પટેલનું મોત નિપજ્યું. ઉલ્લેખનીય છે કે જામનગરમાં છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 400 જેટલા પોઝિટીવ કેસ નોંધાયા છે.

તેમાં પણ શુક્રવારે એક જ દિવસે રેકોર્ડબ્રેક 78 પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અત્યાર સુધીમાં કુલ 14 લોકોના મોત ડેન્ગ્યુને કારણે નિપજ્યા છે.

જ્યારે કે છેલ્લા 10 દિવસમાં કુલ 5 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ 125 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!