GSTV
Jamnagar Trending ગુજરાત

ગરીબોનું કોઇ નહીં! 22 વર્ષમાં જ જર્જરિત થઇ ગયા આવાસ, તંત્રએ કર્યા હાથ અધ્ધર: ક્યા જશે 5 હજાર લોકો

આવાસ

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૦૦માં ૧૪૦૪ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ 22 વર્ષ બાદ આ આવાસની હાલત એવી છે કે અહીંના રહીશોએ હવે જીવના જોખમે રહેવા મજબૂર બનવું પડ્યું છે.

આવાસ

જામનગરના મ્યુ.કમિશનર વિજય ખરાડીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે કાં તો જર્જરીત આવાસો રિપેર કરાવો અથવા તો ખાલી કરી દો. આમ અધિકારીઓ તો આત્મનિર્ભર બનાવાની વાતો કરી નાખે. પણ વાસ્તવિક જિંદગીમાં ગરીબ આવાસમાં રહેતા લોકોની કેવી હાલત હોય છે તેના માટે આવા જર્જરીત આવાસની મુલાકાત લેવી પડે.

જામનગર મનપા વિસ્તારમાં વર્ષ 2000માં 90 હજાર રૂપિયા લઇને 1404 આવાસો ફાળવાયા. પણ 22 વર્ષે આ આવાસોની હાલત અતિ દયનિય થઇ ગઇ છે. અહીં પાંચ હજાર જેટલા ગરીબ લોકો વસવાટ કરે છે. તેઓ પાસે ન તો રિપેરીંગના રૂપિયા છે કે ન તો કોઇ બીજુ ઘર કે તેઓ ત્યાં જતા રહે. તેઓએ તો જિંદગીભરની મૂડી આપીને આ આવાસ લીધા હતા હવે તેઓએ માટે આ જર્જરીત આવાસ જ એકમાત્ર છત્રછાયા છે.

1404 આવાસોની આ હાલત 22 વર્ષમાં આવી થઇ ગઇ છે તેથી તેની કામગીરી કેવી હશે તે સમજી શકાય છે. અહીં પાસેના રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થાય ત્યારે રીતસરનો ધરતીકંપનો અહેસાસ અહીંના લોકો કરે છે. ત્યારે આ જર્જરીત આવાસમાં કોઇ મોટી દુર્ઘટના બનશે તો કોણ જવાબદાર તેવો સવાલ ચોક્કસ પણે ઉઠે છે.

આવાસ

દરેકને ઘરનું ઘર હશે તેવી વાતો થાય છે પણ ગરીબો જેઓએ ખર્ચ કરીને આવાસ વસાવ્યા તેઓને હવે ખાલી કરીને જતા રહેવાની નોટીસ અપાઇ રહી છે. ત્યારે આ ગરીબ લોકો માટે જાયે તો જાયે કહા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

સૈયા દિલ મેં આના ફેમ અંજલિ અરોરા ફેક MMS કાંડ, વીડિયો વાયરલ થતાં રડતી આંખે કહ્યું ઈજ્જત સાથે તો ના રમત કરોઃ આવી છે સમગ્ર ઘટના

Binas Saiyed

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

Binas Saiyed

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk
GSTV