જામનગરઃ મા યોજનાના કાર્ડ કાઢવાની સિસ્ટમ કાચબાની ગતિએ, લોકો હેરાન થતા કર્યો હોબાળો

જામનગરમાં મા અમૃતમ યોજનાના કાર્ડ કઢાવવા માટે એક જ સિસ્ટમ કાર્યરત હોવાથી થતા હોબાળા અંગે જીએસટીવીએ દર્શાવેલા અહેવાલનો પડઘો પડ્યો છે. જીએસટીવીએ દર્શાવેલા પડઘા બાદ મહાપાલિકાના મેયરે ડેપ્યુટી કમિશનરને નોટિસ પાઠવી છે. અને ખુલાસો માંગ્યો છે. ગઈકાલે મા અમૃતમ યોજનાના કાર્ડ કઢાવવા માટેના સેન્ટર પર એક જ સિસ્ટમ કાર્યરત હતી. અને આ અંગે મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી એચ.કે. ગોરીએ કોઈ દરકાર રાખી ન હતી. સવારથી કાર્ડ કઢાવવા આવેલા લાભાર્થીઓ અકળાયા હતા. અને હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ અંગે જીએસટીવીએ દર્શાવેલા અહેવાલ બાદ મેયરે ખુલાસો માંગ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter