GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

નણંદ-ભાભી વચ્ચે ચૂંટણી જંગ/ રવિન્દ્ર જાડેજાના બહેન જામનગરમાં કોંગ્રેસની ટિકિટ માટે દાવેદાર, રીવાબાને ભાજપ આપી શકે છે ટિકિટ

જાડેજા

વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ગણતરીનો સમય બાકી હોવાથી તમામ રાજકીય પાર્ટીઓ હવે જોડતોડની નીતિમાં લાગી હોય તેવું છેલ્લા કેટલાક સમયથી જોઈ શકાય છે. સાથે જ દરેક પક્ષ પોતાનું પલડું મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. જેથી હાલ ગુજરાતમાં રાજકારણ ગરમાયેલુ છે. વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પણ હવે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વચ્ચે જામનગરમાં હવે નણંદ ભાભી વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. જી હા, જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા બાબતે નયનાબાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી હું જામનગરમાં વિધાનસભાની ચૂંટણી લડીશ, આ માટે મેં દાવેદારી પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાડેજાની પત્ની રિવાબાએ પણ કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું. આ સ્થિતિમાં ખરી કસોટી રવિન્દ્ર જાડેજાની થશે. હવે જોવું રહ્યું કે ક્રિકેટર આ ચૂંટણી જંગમાં બહેનને સપોર્ટ કરે છે કે પત્નીને?

જાડેજા

નયનબાએ જણાવ્યું રાજીનામું આપવાનું કારણ

નયનાબાએ રાજીનામુ આપવાના કારણ અંગે જણાવ્યુ હતું કે, મારે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે. ફરજમુક્ત થવા માટે બીજું કોઈ કારણ નથી. માત્ર વિધાનસભાની તૈયારી કરવા માટે જ મેં ફરજમુ્ક્ત થવા માટે રાજીનામું આપ્યું છે. મારે વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જગ્યાએ પહોંચાય તેમ નથી તેવું મેં પત્રમાં લખીને જણાવ્યું છે.

જણાવી દઇએ કે જાડેજાની બહેન નયનબા અને પત્ની રીવાબા વચ્ચે રાજકીય જંગ શરૂ થઈ છે. જાડેજાની પત્ની રીવાબા ભારતીય જનતા પાર્ટીની નેતા છે. રીવાબા કરણી ક્ષત્રિયા સેનાએ સૌરાષ્ટ્રની અધ્યક્ષ પણ બનાવવામાં આવી છે. રીવાબા સમાજીક કાર્યો પણ કરતા હોય છે. બીજી બાજુ બહેન નયનાબા કોંગ્રેસમાં છે.

જાડેજા

રિવાબાને ભાજપ આપી શકે છે ટિકિટ

તાજેતરમાં જામનગરમાં હકુભા જાડેજા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના મહિલા નેતા રિવાબા જાડેજા સપ્તાહમાં સામેલ થયાં હતા. રિવાબાના સપ્તાહમાં આવવાથી રાજકીય ઈનિંગ શરૂ થવાની ચર્ચાઓ તેજ બની હતી. રિવાબા ઉપરાંત મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ ઉપરાંત ભાજપ, NCP અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓના અનેક રાજકારણીઓ સપ્તાહમાં સામેલ થયા હતા.

જાડેજાની પત્ની રીવાબા અને બહેન વચ્ચે મતભેદ

રીવાબા અને નયનાબાની વચ્ચે સર્જાયેલો વિવાદ એક રાજનૈતિક કાર્યક્રમ બાદ શરૂ થયો હતો. મહત્વનું છે કે, રીવાબાએ એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કર્યા હતા. આ કાર્યક્રમમાં રીવાબાએ વ્યવસ્થિત રીતે માસ્ક નહોતુ પહેર્યું, જેના કારણે નણંદ નયનાબાએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, આવા લોકો ગુજરાતમાં ત્રીજી લહેર લાવવા માટે જવાબદાર બનશે.

READ ALSO

Related posts

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV