જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસે તવાઈ બોલાવી હતી. હવે જામનગરમાં મોડી રાત સુધી લટાર મારનારાઓની ખૈર નથી. મોટા અવાજે કારમાં ટેપ વગાડવા, નંબર પ્લેટ વગરની અને ફેન્સી નબર પ્લેટ વાળી ગાડી, કાળા કાંચ વાળી ગાડી વગેરે વાહનો રોકીને ડીટેઇન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડા સમય અગાઉ શહેરી વિસ્તારમાં દાદાગીરી કરવી, લોકોને ધમકાવવા અને મારામારી વગેરે જેવા બનાવો વધવા લાગ્યા હતા.

મોટા અવાજે કાર ટેપ, નંબર પ્લેટ બાબતે દંડ કરાયો
- જામનગરના અસામાજિક તત્વો પર પોલીસની તવાઈ
- ૨૦ વાહનો ડીટેઈન કરાયા અને ૧૦ લોકોને દંડ કરાયો
- મોટા અવાજે કાર ટેપ, નંબર પ્લેટ બાબતે દંડ કરાયો

પોલીસે આવા આવારા તત્વો સામે કાયદાનો ડંડો ઉગામવાની શરૂઆત કરી છે. સીટી એ ડિવિઝન વિસ્તારમાં ૧૨ વાહનોને ડીટેઈન કરાયા અને પાંચ લોકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે. સીટી બી ડિવિઝન વિસ્તારમાં ૦૫ વાહનો ડીટેઈન કરાયા અને ૦૫ લોકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી થઈ છે. સીટી સી ડિવિઝન વિસ્તારમાં ૦૩ વાહનો ડીટેઈન કરાયા અને કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. એમ જામનગરમાં કુલ ૨૦ વાહનો ડીટેઇન કરાયા છે અને ૧૦ લોકોને દંડાત્મક કાર્યવાહી કરી આવા અસામાજિક તત્વો સામે જામનગર પોલીસે લાલ આંખ કરી હતી.
READ ALSO
- આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે
- ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ
- દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ
- વૈશ્વિક મોંઘવારી/ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ભરડામાં