GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

જામનગરમાં કોરોના વાયરસના લોકલ સંક્રમણે ગંભીરરૂપ ધારણ કર્યું, જિલ્લામાં વધુ 17 કેસ નોંધાયા

જામનગરમાં કોરોના વાયરસના લોકલ સંક્રમણે ગંભીરરૂપ ધારણ કર્યું છે. જિલ્લામાં વધુ 17 કેસ નોંધાતા લોકલ સંક્રમણ વધુ તેજ બન્યું છે. આજે બપોર બાદ વધુ નવ કેસ સામે આવ્યા છે. જેમાંના તમામ દર્દીઓ જામનગર શહેરના છે. આ દર્દીઓમાં જીજી હોસ્પીટલના એક ડોક્ટરનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓ પૈકી 14 દર્દીઓ જામનગર શહેરના હોવાથી શહેરમાં બહાર નીકળવું ખતરારૂપ બન્યું છે. જો કે સલામતી સાથે ઘરની બહાર નીકળવું અતિ હિતાવહ બન્યું છે.

ગત મોડી રાત્રે આઠ કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ જે રીતે કોરોનાની ગતિ વધી છે તે રીતે આવતા માસ સુધીમાં અત્યાર સુધીનો આંકડો ડબલ થઈ જવાની શક્યતાઓ છે. જામનગરમાં સારવાર લઇ રહેલા ખંભાળિયાના એક દર્દીનું સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યું હતુ. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 220 દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

READ ALSO

Related posts

મુકેશ અંબાણીની સંપત્તિમાં પ્રતિ સેકન્ડે 8.74 લાખ રૂપિયાનો થયો વધારો, 5 દિવસમાં કમાઈ લીધા 400 અરબ રૂપિયા

Harshad Patel

શહેરમાં દોડતી શટલ રીક્ષાઓ દ્વારા નિયમોનો સરેઆમ કર્યો ભંગ, કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવવાની ભીતિ

pratik shah

Amazonની નવી સર્વિસ! તમારા સામાનની લિસ્ટ જોઈને જાતે નીકળશે પ્રોડક્ટ તરત જ બની જશે બિલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!