ભગતસિંહ હીરો નહીં હતા આતંકવાદી : કોલેજમાં પ્રોફેસરો આપ્યું લેક્ચર, આખરે થયું આવું…

સ્વતંત્રતા અપનાવનારા ક્રાંતિકારીઓના અપમાન કરનારાઓનો આઝાદીના સાત દાયકા બાદ પણ દેશમાં તૂટો નથી. હવે જમ્મુ યુનિવર્સિટીના એક પ્રોફેસર મોહમ્મદ તાજુદ્દીને શહીદ-એ-આઝમ ભગતસિંહનું અપમાન કર્યું છે. પ્રોફેસર તાજુદ્દીને કોલેજમાં પોતાના લેક્ચર દરમિયાન ભગતસિંહ પર અપમાનજનક ટીપ્પણી કરતા તેમને હીરો નહીં. પણ આતંકવાદી ગણાવી દીધા હતા.

સ્વતંત્રતા આંદોલનના હીરો અને ભારતની આઝાદી માટે ફાંસીએ ઝુલી જનારા શહીદે આઝમ ભગતસિંહને આતંકવાદી ગણાવવા બદલ ક્લાસરૂમમાં હાજર સ્ટૂડન્ટ્સ આક્રોશિત થયા હતા. આવી ટીપ્પણી મામલે પ્રોફેસર તાજ્જુદીન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પ્રોફેસર તાજ્જુદ્દીને આ મામલે માફી પણ માંગી હતી. જો કે જમ્મુ યુનિવર્સિટીએ શહીદે આઝમ ભગતસિંહનું અપમાન કરનારા પ્રોફેસર તાજ્જુદીનને સસ્પેન્ડ કરી દીધા છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter