GSTV

જમ્મુ કાશ્મીરના બડગામમાં ભાજપના કાર્યકર્તા પર આતંકી હુમલો, પેટમાં ગોળી વાગતા ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા પણ આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાની જાણકારી મળી છે. રવિવારે થયેલ આ હુમલામાં ભાજપના કાર્યકર્તાને પેટમાં ગોળી વાગતા તે ઘાયલ થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાઓ થઇ રહ્યા છે.

રવિવારે સવારે સમગ્ર ઘટના બની હતી. સેન્ટ્રલ કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકીઓએ ભાજપના કાર્યકર્તાને ગોળી મારી ઘાયલ કર્યો હતો. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આતંકીઓએ ભાજપના કાર્યકર્તા 38 વર્ષીય અબ્દુલ હમીદ નજર પર હુમલો કરી દીધો હતો. ઘાયલ કાર્યકર્તા મેહિદપોરાનો રહેવાસી છે. તેમના પિતાનું નામ જમાલ નજર છે.

સૂત્રોએ જણાવ્યું છે કે આતંકીઓ દ્વારા નજર પર રેલવે સ્ટેશન પાસે ફાયરિંગ કર્યું હતું જયારે તેઓ મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. ફાયરિંગમાં ભાજપનો આ કાર્યકર્તા ઘાયલ થયો હતો. કાર્યકર્તાને પેટમાં ગોળી વાગી હતી. ઘટના બાદ અબ્દુલ હમીદ નજરને તુરંત SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

MUST READ:

Related posts

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan

78% માતાપિતા બાળકોને શાળામાં મોકલવા માંગતા નથી : બાળકોને ઓનલાઇન ભણવાનું પસંદ નથી, જાણી લો સરવેના મોટા રિઝલ્ટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!