GSTV
India News ટોપ સ્ટોરી

ભારત અને ચીન વચ્ચે તણાવ ! સરકારે બે મહિના માટે LPG સ્ટોક કરી લેવાના આપ્યા આદેશ

લદ્દાખમાં થયેલી હિંસક ઝડપ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ વધતો જાય છે. આ તમામની વચ્ચે જમ્મુ કાશ્મીર સરકારે આદેશ આપ્યા બાદ ત્યાં લોકોમાં ચિંતા વધી ગઈ છે. હકીકતમાં જોઈએ તો, જમ્મુ કાશ્મીર સરકારે બે મહિના સુધી એલપીજી સ્ટોક કરી રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સુરક્ષાદળો માટે સ્કૂલો ખાલી કરવાનો પણ આદેશ આપ્યો છે.

બે મહિના માટે એલપીજીનો સ્ટોક કરી રાખવા આદેશ

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે જમ્મુ કાશ્મીર સરકારે બે અલગ અલગ આદેશ આપ્યા છે. જેના કારણે ત્યાંના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાંથી એક છે. કાશ્મીરના લોકો 2 મહિના માટે એલપીજી સિલિન્ડરની વ્યવસ્થા કરી રાખવાનું કહેવામાં આવ્યું છે.

સેના માટે સરકારી શાળાઓની ઈમારત ખાલી કરવાનો આદેશ

તો વળી બીજા આદેશમાં ગાંદરબળમાં સુરક્ષાજવાનો માટે સરકારી શાળાઓની ઈમારતો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કાશ્મીરમાં ગાંદરબળ જિલ્લો લદ્દાખના કારગિલથી નજીક આવેલો છે.

READ ALSO

Related posts

અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ

pratikshah

દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા

pratikshah

૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે

pratikshah
GSTV