GSTV

શ્રીનગરમાં ધારા 144ની વચ્ચે શુક્રવારની નમાઝ માટે મસ્જીદોમાં લોકો ઉમટ્યા

Last Updated on August 9, 2019 by Mansi Patel

જમ્મૂ-કાશ્મીરની ગલીઓમાં હાલમાં પણ હજારોની સંખ્યામાં સુરક્ષાબળો તૈનાત છે. પરંતુ તેની વચ્ચે લોકોને સામાન્ય જનજીવનની જરૂરિયાતોને પુરી કરવા માટે છૂટ આપવામાં આવી રહી છે. આર્ટિકલ 370ને ખતમ કર્યા બાદ શુક્રવારે પહેલી નમાઝ અદા કરવામાં આવી હતી. શ્રીનગરમાં નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો મસ્જીદોમાં પહોંચ્યા હતા.

હાલમાં પણ ઘાટીનાં પુરા વિસ્તારમાં ધારા 144 લાગૂ છે. ઘણી જગ્યાઓએ બજાર બંધ છે. ગ્રુપમા લોકોને રસ્તા પર નીકળવાની મનાઈ છે. તેમ છતાં પણ શ્રીનગરમાં હવે હાલાત સામાન્ય થવા લાગ્યા છે. જેની અસર રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે. શુક્રવારે શ્રીનગર સિવાય ઘાટીનાં અન્ય શહેરોમાં પણ નમાઝ માટે લોકો મસ્જીદમાં પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છેકે, 12 ઓગષ્ટે ઈદનો તહેવાર પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં વાયદો કર્યો છેકે, તેઓ એ વાતનું ધ્યાન રાખશે કે કાશ્મીરિયોને ઈદનો તહેવાર મનાવવા માટે કોઈ પણ જાતની પરેશાનીનો સામનો ના કરવો પડે.

વાસ્તવમાં આની પહેલાં ઘણીવાર શુક્રવારની નમાઝ બાદ મસ્જીદોની બહાર હંગામો થતો હતો. ઘણીવાર અલગાવવાદી નેતાઓની આગેવાનીમાં પથ્થરબાજો શુક્રવારની નમાઝ બાદ મસ્જીદોની બહાર ભારત વિરોધી અને આતંક સમર્થક નારા લગાવતા હતા.

જમ્મૂ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે અને ધારા 370ને ખતમ કર્યા બાદ આ પહેલો શુક્રવાર હતો. એટલા માટે કોઈ પણ જાતોનો હંગામો ન થાય તે માટે ખૂણે ખૂણે સુરક્ષાબળોને તૈનાત કરાયા હતા. એક તરફ શ્રીનગરથી મસ્જીદોમાં નમાઝ પઢવાનાં ફોટા સામે આવ્યા તો બીજી તરફ જમ્મૂ ક્ષેત્રમાં ફરી સ્કૂલો ખોલી દેવામાં આવી છે.

શુક્રવારે ધારા 370 હટાવ્યા બાદ પહેલીવાર જમ્મૂમાં સ્કૂલો ખૂલી, બાળકો ફરી એકવાર સ્કૂલબેગ લઈને સ્કૂલે પહોંચ્યા હતા. જમ્મૂમાં કર્ફ્યમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. બજારોને સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ખોલવામાં આવે છે. જમ્મૂમાં પણ લોકો જીવનઉપયોગી સામાન ખરીદવા માટે બજારમાં આવે છે.

READ ALSO

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!