GSTV

જમ્મૂ-કાશ્મીરનાં ત્રાલમાં આતંકીઓએ દુકાનદારની કરી હત્યા, પોલીસે વિસ્તારનો કર્યો ઘેરાવ

Last Updated on November 13, 2019 by Mansi Patel

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓએ ફરી એક વખત સ્થાનિક નાગરિકની ગોળી મારીને હત્યા કરી દીધી. પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં આતંકીઓએ સ્થાનિક દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો.  આ આતંકવાદી હુમલામાં દુકાનદાર માર્યો ગયો.

ત્યારબાદ સેનાએ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. મળતી માહિતી મુજબ અજાણ્યા હુમલાખોરોએ સાંજે અવંતિપોરાના ત્રાલમાં દુકાનદાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગંભીર હાલતમાં દુકાનદારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.

જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં સેના, પોલીસ અને સીઆરપીએફની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આ વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓ ભય ફેલાવવાના ઇરાદે દક્ષિણ કાશ્મીરમાં અન્ય રાજ્યોના ડ્રાઇવરો અને મજૂરોની હત્યાઓ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા થયેલી સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!