GSTV

સેનાના કાફલાને વારંવાર નિશાને બનાવતો જૈશનો ટોપ આતંકી ઠાર

Last Updated on July 27, 2019 by Mayur

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ હુમલામાં એક આતંકી જૈશ એ મહોમ્મદનો ટોપ કમાન્ડર હતો જેને આર્મીએ મોતની ચાદર ઓઢાળી દીધી છે. આ આતંકીનું નામ મુન્ના લાહૌરી હતું. તો અન્ય ઠાર મારાયેલા આતંકીનું નામ જીનત મીર હતું.

પાકિસ્તાનના દક્ષિણ કશ્મીરના ટોપ જૈશ કમાન્ડર મુન્ના લાહૌરીને લાંબા ઓપરેશન બાદ ઠાર મરાયો હતો. પૌલીસના જણાવ્યા અનુસાર ખબર મળવા પર ઓપરેશનની તૈયારીઓ કરવામાં આવી હતી. સુરક્ષા બળોના સુત્રોના જણાવ્યા અનુસાર, મુન્ના IED બનાવવામાં એક્સપર્ટ હતો. આ સિવાય ઘાટીઓમાં સુરક્ષાદળોની હત્યા કરવામાં પણ તેનો જ હાથ હતો. જૈશમાં ઘણા લોકોને ભરતી કરાવવામાં પણ તેનો હાથ હતો. જમ્મુ કાશ્મીરમાં તેણે આતંકી ગતિવિધિઓનું નેટવર્ક ફેલાવીને રાખ્યું હતું.

જમ્મુ કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, મુન્ના લાહૌરી મુન્ના બિહારીના નામે પણ ઓળખાતો હતો. મોતને ઘાટ ઉતારવામાં આવેલ આતંકી મુન્ના લાહૌરી 30 માર્ચ 2019માં બનિહાલમાં સુરક્ષા દળોના કાફલા પર બ્લાસ્ટ કરવા માટે પણ જવાબદાર હતો. આ સિવાય મુન્નાના નામે પુલવામાં હુમલાનું ષડયંત્ર પણ લખાયું હતું.

શનિવારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આતંકીના ઘર પર છાપો મારવામાં આવ્યો હતો. આતંકીએ સુરક્ષા દળને આવતા જોઈ તેના પર ફાયરિગં કરી હતી. જેના જવાબમાં સુરક્ષા દળોએ મુંહતોડ જવાબ આપ્યો હતો. ત્યાં બીજી તરફ શોપિયામાં હજુ પણ સુરક્ષાદળોના જવાનો તૈનાત છે. જે તમામ વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ પર નજર નાખી બેઠા છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

ચમયચક્ર બદલાયું / એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું, અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!