GSTV
Home » News » જમ્મૂ-કાશ્મીરની સુરક્ષા પર ગૃહ મંત્રાલયની મોટી બેઠક, બધા જ ઓફિસરો હાજર

જમ્મૂ-કાશ્મીરની સુરક્ષા પર ગૃહ મંત્રાલયની મોટી બેઠક, બધા જ ઓફિસરો હાજર

જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને દિલ્હીમાં ગૃહમંત્રાલય ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં એનએસએ અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આર્મચીફ જનરલ બિપીન રાવત, જમ્મૂ-કાશ્મીરનાં લેફ્ટનેન્ટ ગવર્નર જીસી મુર્મૂ,  સીઆરપીએફના ડીજી, ગૃહ સચિવ, ગૃહ મંત્રાલયના સિનીયર સિક્યોરિટી એડવાઈઝર વિજય કુમાર, આઈબી ચીફ અરવિંદ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે જ જમ્મુ પોલીસનાં ડીજીપી દિલબાગ સિંહ પણ બેઠકમાં સામેલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ, મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા, જમ્મુ-કાશ્મીરથી વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી. આ સાથે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં વહેંચવામાં આવ્યું હતું. તો સાથે જ હજારો લોકોને ઓગષ્ટ મહિનાથી જ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આમાં પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી તેમજ ઘણા નેતાઓના નામ શામેલ છે. આ માટે કોંગ્રેસના નેતાઓએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને આ નેતાઓને મુક્ત કરવાની માંગ પણ કરી હતી.

આર્ટિકલ 370 હટાવ્યા બાદ તેની સામે કાશ્મીરમાં કોઈ હિંસક ઘટના જોવા મળી નથી. સરકારનો દાવો છે કે ત્યાં હજી સુધી બધું શાંતિપૂર્ણ છે. આવી સ્થિતિમાં સરકારની પહેલી પ્રાથમિકતા ત્યાં શાંતિ જાળવવાની છે. પાકિસ્તાન દ્વારા સતત શસ્ત્રવિરામ ભંગ અને કાશ્મીરમાં બાહ્ય કામદારો પરના તાજેતરના મહિનાઓમાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને, સરકાર સમગ્ર રાજ્યની વિશેષ કાળજી લેવા માંગે છે. સુરક્ષાની સ્થિતિ ચુસ્ત રહે તે માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ફિલ્મી સીન! પ્રેમિકાના લગ્નમાં અચાનક આવી ચડ્યો માથાફરેલ પ્રેમી, મંડપમાં જ ન કરવાનું કરી નાંખ્યુ

Bansari

Women’s T20 World Cup: ભારતીય મહિલા ટીમનો તરખાટ, સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને આપી કરારી હાર

pratik shah

પીએમ મોદી રાજધર્મનું પાલન કરે, દેશને વાજપેયી યાદ આવ્યા : મનમોહને આ ઘટનાને ગણાવી રાષ્ટ્રીય શરમ

Karan
Do NOT follow this link or you will be banned from the site!