GSTV

આઠ વર્ષની બાળકીની બળાત્કાર બાદ હત્યાનો કેસ પોલીસે ચાર્જશીટ દાખલ કરી

Last Updated on April 11, 2018 by Mayur

જાન્યુઆરીમાં આઠ વર્ષની બાળકીના બળાત્કાર બાદ તેની હત્યાના મામલામાં જમ્મુ-કાશ્મીર પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પીડિતાને કઠુઆ જિલ્લાના એક મંદિરની ઓરડીમાં નશાની દવાઓના સહારે બંદી બનાવીને રેપ બાદ હત્યા કરાઈ હતી.

આ ઘટના બાદ આરોપીઓની ધરપકડની માગણી સાથે ઘણાં પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. આ બાળકીની લાશ 17મી જાન્યુઆરીએ કઠુઆના રસાના જંગલમાંથી મળી આવી હતી. તે એક સપ્તાહથી ગુમ હતી. પીડિતા બકરવાલ સમુદાયની હતી. આરોપીઓને કથિતપણે બકરવાલ સમુદાયના કુનબાને હટાવવા માટેના ષડયંત્રમાં સામેલગીરી હેઠળ કામગીરી સોંપાયાનો આરોપ પણ લગાવાયો હતો.

આ મામલામાં મુખ્ય આરોમી સનજ રામઠે, તેના પુત્ર વિશાલ, સબઈન્સ્પેક્ટર આનંદ દત્તા અને બે સ્પેશયલ પોલીસ ઓફિસર્સ દીપક ખજૂરિયા અને સુરેન્દર વર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને પરવેશ કુમાર પર હત્યા, બળાત્કાર અને આપરાધિક ષડયંત્રનો મામલો નોંધવામાં આવ્યો છે. આ ચાર્જશીટને દાખલ કરવા માટે પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને વકીલોના જૂથે રોકવાની કોશિશ કરી હતી. જોકે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને બાદમાં વકીલો વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. વકીલો આખી ઘટનાની સીબીઆઈ પાસે તપાસની માગણી કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે તપાસને કોમવાદી આધારે પક્ષપાત સાથે કરવામાં આવી છે. આરોપીઓના ટેકામાં બંધનું એલાન પણ અપાયું હતું.

Related posts

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!