GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ, રાજૌરીમાં 4.3ની તીવ્રતાના આંચકા અનુભવાય

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, રાજૌરીમાં મધરાતે 2:12 કલાકે ભૂકંપના આંચકા અનુભવાય હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. હજુ સુધી ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલને લગતા નુકસાનના સમાચાર સામે નથી આવ્યા. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના અનેક આંચકા નોંધાઈ ચુક્યા છે.

છેલ્લા કેટલાય દિવસોથી અનુભવાય છે દેશભરમાં ભૂકંપ

ભારતના અનેક વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં મંગળવારે રાતે ભૂકંપના આંચકા નોંધાયા હતા પરંતુ સદનસીબે જાનમાલને લગતું કોઈ નુકસાન નહોતું નોંધાયું. તે સિવાય ઈન્ડોનેશિયા અને સિંગાપુરમાં પણ રિક્ટર સ્કેલ ઉપર 6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

સિસ્મિક ઝોન-5માં આવતા વિસ્તાર વધુ જોખમી

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના અનેક આંચકા નોંધાયા છે અને જે વિસ્તાર સિસ્મિક ઝોન 5માં આવે છે તે ભૂકંપને લઈ સૌથી વધુ ખતરનાક છે. આ ઝોનમાં સંપૂર્ણ નોર્થ ઈસ્ટની સાથે જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ગુજરાતનું કચ્છ અને ઉત્તરી બિહાર આવે છે.

ભૂકંપ આવવાનું કારણ

ધરતી કુલ ચાર સ્તરની બનેલી છે. ઈનર કોર, આઉટર કોર, મેટલ કોર અને ક્રસ્ટ. સૌથી ઉપરના સ્તરને લિસ્ટોફેયર કહે છે. 50 કિલોમીટરના સ્તર અનેક વર્ગમાં વહેંચાયેલા છે જેને ટેક્ટોનિક પ્લેટ કહે છે. ટેક્ટોનિક પ્લેટમાં વધારે કંપન થાય ત્યારે ભૂકંપ આવે છે. ભૂકંપ કોઈ પણ સ્થળે આવી શકે છે અને કોઈ પણ સમયે આવી શકે છે પરંતુ પ્લેટની બાઉન્ડ્રી પર તેની આશંકા વધારે હોય છે.

ટેક્ટોનિક પ્લેટ્સમાં હલચલને કારણે અનુભવાય છે ભૂકંપ

હકીકતે પ્લેટ્સમાં મૂવમેન્ટના કારણે બાઉન્ડ્રી પર દબાણ વધે છે, વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે જ્યારે અચાનક જ રિલિઝ થાય ત્યારે ધરતી ધૂણી ઉઠે છે. હિમાલયના કારણે એશિયા ભૂકંપ માટે વધુ સંવેદનશીલ છે. હિમાલયનું નિર્માણ પણ ઈન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટની અથડામણના કારણે જ થયું હતું. આશરે પાંચ કરોડ વર્ષ પહેલા આ અથડામણ થઈ હતી.

હિમાલયની ઊંચાઈ પણ વધી રહી હોવાનો દાવો

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે હિમાલયની ઉંચાઈ હજુ પણ વધી રહી છે. ઈન્ડિયન પ્લેટ્સ સતત યુરેશિયન પ્લેટ્સ તરફ ધસી રહી છે. પાતાળમાં ઈન્ડિયન અને યુરેશિયન પ્લેટ્સ અથડાવાના કારણે અંદરને અંદર જ શક્તિશાળી પ્રેશર બન્યું છે. આ પ્રેશર જ તબાહીના તરંગો બનીને બહાર આવે છે.

Related posts

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel

અખિલેશ બાદ માયાવતી પણ કરશે બ્રાહ્મણોને ખુશ, સત્તામાં આવશે તો પરશુરામની પ્રતિમા લગાવશે

Pravin Makwana

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!