GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પુલવામામાં સુરક્ષાબળો અને આંતકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીર જિલ્લાના ત્રાલમાં જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાજવાનો વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ એક આતંકી ઠાર થયો છે. જ્યારે બે આંતકીઓને સેનાના જવાનોએ ઘેર્યા છે. બંને બાજુથી સામસામે ફાયરિંગ ચાલી રહ્યું છે. ત્રાલના જંગલમાં 42 આરઆર, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત દળને આતંકીઓની હિલચાલના ઈનપુટ મળ્યા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

ત્યારે આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. તો જવાનોએ પણ વળતો જવાબ આપ્યો જેમાં એક આતંકી ઠાર થયો છે. તો આ વચ્ચે ત્રાલ બસ સ્ટેન્ડ પાસે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું. ત્યારે ભીડને નિયંત્રણમાં લેવા પોલીસે દેખાવકારો પર બળપ્રયોગ કર્યો હતો. આની પહેલાં દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જીલ્લામાં રવિવારે થયેલી અથડામણમાં સુરક્ષાબળોએ આતંકી સંગઠન અંસાર ગજવા-તુલ-હિંદના ચાર આતંકીઓને ઠાર માર્યા હતા.

માર્યા ગયેલાં આંતકીઓ પાસેથી હથિયાર અને ગોળા બારૂદ મળ્યા હતા. બધાજ સ્થાનિક આંતકીઓ હતા. સુરક્ષાબળો એક સાથે ચાર આતંકીઓને મારવાએ મોટી કામયાબી માને છે. પોલીસ મુજબ, જીલ્લાનાં પંજર વિસ્તારમાં આતંકોની હાજરીની સૂચના પર સુરક્ષાબળોએ ઘેરાબંધી કરી હતી. પોલીસે ઘરે ઘરે તલાશી કરી હતી. ઘેરાબંધી સખત થતી જોઈને આતંકીઓએ એક ઘરમાંથી પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કર્યુ હતુ. જવાબી કાર્યવાહીમાં અથડામણ શરૂ થઈ હતી. અને આખરે સુરક્ષાબળોએ આતંકીઓને ઠાર માર્યા હતા.

READ ALSO

Related posts

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાકાળઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 6.28 લાખને પાર, 3.80 લાખ દર્દી થયા સ્વસ્થ

Mansi Patel

વિકાસ દૂબેની માતાનું નિવેદન: પોલીસ જો પકડી પાડે તો, જાનથી મારી નાખજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!