GSTV
Home » News » પુલવામામાંના હુમલા બાદ ભાગલાવાદી નેતા યાસીન મલિકની કરાઈ ધરપકડ

પુલવામામાંના હુમલા બાદ ભાગલાવાદી નેતા યાસીન મલિકની કરાઈ ધરપકડ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલે આત્મઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે ભાગલાવાદીઓ પર તવાઈ શરૂ કરી. મોડી રાત્રે પોલીસે સુરક્ષદળોએ ભાગલાવાદી નેતા યાસીન મલિકની શ્રીનગરમાં આવેલા તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી. પોલીસ યાસીન મલિકકને કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈને ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં કલમ 35 – એની સુનાવણી પહેલા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી.

મલિક જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રંટનો પ્રમુખ છે. થોડા દિવસ પહેલા સરકારે 22 જેટલા ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પરત લીધી હતી. જેમા યાસીન મલિકનો પણ સમાવેશ થાય છે. પુલવામા હુમલા બાદ ઘાટીમાં પોલીસ અને અર્ઘસૈનિક દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

યાસીન મલિક પર કાશ્મીરી યુવકોને ભડકાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એનઆઈએની રડારમાં આવેલો યાસીન મલિક હવાલા ફન્ડિંગમાં પણ સંડોવાયોલો છે. જેથી તેની આગામી દિવસોમાં મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

Related posts

રાજકોટ : ટ્રાફિકના નવા કાયદાનો ગળામાં પાટી પહેરી વિરોધ નોંધવ્યો

GSTV Desk

જો ગુલામ નબી આઝાદને કશ્મીર જવા માટે કોર્ટનો દરવાજો ખખડાવવો પડે તો કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી

Mayur

ખુલ્લેઆમ નિયમો તોડતા ભાવનગરવાસીઓએ ટ્રાફીક પોલીસ સાથે જે જે કર્યું તે સાંભળી હસી હસી લોટપોટ થઈ જશો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!