GSTV

જમ્મૂ-કાશ્મીરમાં નથી ચાલતા આ કાયદાઓ, સ્થાનિક લોકોને થયુ છે નુકસાન

આર્ટિકલ 370 અને 35Aએ જમ્મૂ-કાશ્મીરને અલગાવવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્યવસ્થાઓમાં મોટી માત્રામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર સિવાય કશું જ આપ્યુ નથી. આર્ટિકલ 370 અને 35A આ બંને આર્ટિકલનો દેશની વિરુદ્ધમાં અમુક લોકોની ભાવનાઓને ભડકાવા માટે પાકિસ્તાન તરફથી એક શસ્ત્રની જેમ ઉપયોગ કરાવામાં આવતો હતો. આપણા દેશમાં કોઈ પણ સરકાર હોય તે સંસદમા કાયદો બનાવીને દેશની ભલાઈ માટે કાર્ય કરે છે. દેશના અન્ય રાજ્યોમાં સફાઈ કર્મતારીઓ માટે સફાઈ કર્મચારી એક્ટ લાગૂ છે. પરંતુ જમ્મૂ-કાશ્મીરના સફાઈ કર્મચારીઓ તેનાથી વંચિત હતા. દેશનાં અન્ય રાજ્યોમાં દલિતો પર અત્યાચાર રોકવા માટે કડક કાયદો લાગૂ છે. પરંતુ જમ્મૂ-કાશ્મીરમાં એવો કાયદો લાગૂ નથી.

જમ્મૂ-કાશ્મીરમાં આ કાયદાઓ ન હતા લાગૂ

 • સફાઈ કર્મચારી એક્ટ
 • દલિતો પર અત્યાચાર રોકવા માટેનો કડક કાયદો
 • અલ્પસંખ્યકોના હિતોનાં સંરક્ષણ માટે માઈનોરિટી એક્ટ
 • શ્રમિકોના હિતોની રક્ષા માટે મિનીમમ વેજ એક્ટ

PM મોદીએ સંબોધનની શરૂઆતમાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યુ હતુકે, જમ્મૂ અને કાશ્મીરનાં લોકો અત્યાર સુધી તેમના અધિકારોથી વંચિત રહ્યા હતા. એક રાષ્ટ્રની રીતે, એક પરિવારની રીતે, તમે, અમે અને આખા દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક એવી વ્યવસ્થા, જેને કારણે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ-બહેનો અનેક અધિકારોથી વંચિત હતા. જે તેમના વિકાસમાં મોટી બાધા હતી.

તે આપણા બધાના પ્રયાસોથી દૂર થયુ છે. જે સપનું સરદાર પટેલનું હતુ, બાબા સાહેબ આંબેડકરનું હતુ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું હતુ. અટલજી અને કરોડો દેશભક્તોનું હતુ. તે આજે પુરુ થયુ છે. હવે દેશના દરેક નાગરિકોને હક અને જવાબદારી સમાન રહેશે. સમાજ જીવનમાં અમુક વાતો, સમયની સાથે ભળી જાય છે. ઘણીવાર તેવી વસ્તુઓને સ્થાઈ માની લેવામાં આવે છે. આર્ટિકલ 370ની સાથે પણ આવો જ ભાવ હતો. તેનાથી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈ-બહેનોને જે હાનિ થતી હતી તેની ચર્ચા થતી જ ન હતી.

PM મોદીના ભાષણના અગત્યના અંશો

 • લદાખના લોકો અધિકારથી હતા વંચિત
 • કલમ 370ને લીધે 42 હજાર લોકોએ જીવ ગુમાવ્યો
 • કલમ 370 હટાવ્યા બાદ મોદીનું પ્રથમ દેશજોગ સંબોધન
 • પાકિસ્તાને આ કલમનો શસ્ત્રની જેમ ઉપયોગ કર્યો છે.
 • 370 અને 35-એ દ્વારા ભ્રષ્ટાચાર વધતો હતો
 • સરદાર, શ્યામાપ્રસાદ મુખરજી અને વાજપેયીનું સપનું પૂર્ણ થયું છે.
 • બાળકોને શિક્ષણ અને દીકરીઓને પોતાનો હક મળશે
 • જમ્મુ કાશ્મીરમાં સફાઈ કર્મીઓને તેમનો હક મળતો ન હતો.
 • આપણા દેશમાં કોઈ પણ સરકાર હોય તે સંસદમાં કાનૂન બનાવી દેશના ભલાઈનું કામ કરે છે
 • એક રાષ્ટ્રને આધારે આપણે એક પરિવારની જેમ તમે, અમે અને આપણે સૌએ તેમજ દેશે ભેગા મળીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.
 • કલમ-370નાં કારણે જમ્મુ-કાશ્મીરને નુકસાન થયું છે. તેના કારણે આતંકવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચર જ જમ્મુ-કાશ્મીરને મળ્યા.
 • સ્થાનિક યુવાઓને સેનામાં જોડવાનાં પ્રયાસ કરાશે અને આ માટે રેલીઓ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરનાં યુવકોને રોજગારીનાં અવસર મળશે.
 • સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્કોલરશિપનો વધારો કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓને લાભ મળશે.

READ ALSO

Related posts

1 વખત મોબાઈલ રિચાર્જ કરાવી આખું વર્ષ કરો અનલિમિટેડ વાતો, આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઓફર

Sejal Vibhani

કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ

Mansi Patel

મહેશ માંજરેકરની વિરુદ્ધ FIR દાખલ, કારની ટક્કર બાદ મારપીટનો આરોપ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!