GSTV
Home » News » PoKનાં લોકોને ઉશ્કેરી રહ્યું છે પાકિસ્તાન: LoC પ્રવાસે ગયેલા જનરલ રણવીર સિંહે આપ્યું નિવેદન

PoKનાં લોકોને ઉશ્કેરી રહ્યું છે પાકિસ્તાન: LoC પ્રવાસે ગયેલા જનરલ રણવીર સિંહે આપ્યું નિવેદન

જમ્મુ-કાશ્મીરમાંથી અનચ્છેદ 370 રદ્દ કરાયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન ખુદ પોતે લાઇન ઓફ કંટ્રોલ(LoC)ની મુલાકાત લઇ ચુક્યા છે. પાકિસ્તાની સેના સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરીંગ કરી રહી છે. આ દરમિયાન શનિવારે ઇન્ડિયન આર્મીનાં નોર્ધન કમાન્ડનાં જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ રણબીર સિંહે પણ એલઓસીની મુલાકાત કરી. સૈન્ય છાવણીઓની મુલાકાત લઇ અને ફરજરત સૈનિકો સાથે સંવાદ કર્યો હતો.

ભારતીય સેનાના ઉત્તર કમાનના કમાન્ડર લેફ્ટીનેન્ટ જનરલ રણબીર સિંહે શનિવારે એલઓસી પર રાજૌરી અને સુંદરબની સેક્ટરની સેનાની ચોકીઓની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા અને ભારતીય જવાનોની હિંમત વધારી. ભારતીય સૈનિકો સાથેની મુલાકાત બાદ તેમણે જણાવ્યું કે સરહદ પાર મોટી સંખ્યામાં એવા નેતા છે કે પીઓકેના લોકોને ઉશ્કેરે છે. તેમજ તેમને ઢાલ બનાવીને એલઓસીની નજીક લાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ભારતીય સેનાના પરાક્રમના કારણે એલઓસી પર ઘૂસણખોરીના તેમના બદઇરાદા નિષ્ફળ રહ્યા છે.

આ પહેલા કમાન્ડર લેફ્ટનેન્ટ જનરલ રણબીર સિંહે શુક્રવારે એલઓસી પર પૂંછ અને અખનૂર સેક્ટરનો પ્રવાસ કર્યો હતો. એલઓસી પર ઉત્પન્ન થયેલા તણાવ અને પાકિસ્તાન તરફથી કરાઇ રહેલા યુદ્ધવિરામના ભંગની વચ્ચે સૈન્ય કમાન્ડરનો આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. રક્ષા પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે તેમની સાથે વ્હાઇટ નાઇટ કોરના કમાન્ડર લેફ્ટીનેન્ટ જનરલ પરમજીતસિંહ પણ હતા.

READ ALSO

Related posts

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!