જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. ધારા 370ને નબળી બનાવી દીધી છે અને સાથે જ જમ્મુ-કાશ્મીરને હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું છે. આ વચ્ચે હવે કેન્દ્ર સરકારે સંપૂર્ણ રીતે ઘાટી પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોની માનીએ તો મોદી સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં મોટી યોજનાઓની ઘોષણા કરી શકે છે, જેથી રાજ્યમાં વિકાસને આગળ વધારી શકાય.

જણાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર માટે નવી રીતે વિકાસ કરવાનું કામ કરશે. આગામી દિવસોમાં જ જમ્મુ-કાશ્મીર માટે ફૂડ પાર્ક, રેલવે અને હાઇવેના નવા પ્રોજેક્ટ્સની ઘોષણા કરવામાં આવશે.

મહત્વનું છે કે પહેલાં જ તે વાત સામે આવી હતી કે કાશ્મીરમાં નવી રીતે રોકાણને લઇને સરકાર એક સમિટ કરવા જઇ રહી છે. આવનારા ઓક્ટોબર મહિનામાં કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ-કાશ્મીરમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સંમેલન કરશે. જેમાં દેશ અને દુનિયાના અનેક મોટા બિઝનેસમેન ભાગ લેશે.

મહત્વપૂર્ણ છે કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની ધારા 370 અંતર્ગત મળતા વિશેષાધિકારોને નબળા બનાવી દીધાં છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ તરફથી જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનના પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો છે જેને રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે અને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે.

રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ઘાટીમાં ધારા 370એ વિકાસને અવરોધ્યો છે. ત્યાંના લોકો કેન્દ્રની કોઇ યોજનાનો લાભ લઇ શકતાં નથી અને ન તો તેમને રોજગારની કોઇ તક મળે છે. હવે અમારી સરકાર તેને હટાવી રહી છે તો ઘાટીના લોકો માટે નવી તકો ઉભી થશે.
Read Also
- બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ
- દુશ્મનના નાકે દમ લાવી દે છે આ સ્વદેશી ફાઇટર પ્લેન, જાણો શું છે ખાસિયતો સ્વદેશી તેજસની
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ