GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મોદી સરકારનો જમ્મુ કાશ્મીરની 370 કલમ મુદ્દે સૌથી મોટો નિર્ણય

જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવમાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાથે જ જમ્મુ કાશ્મીરના બે મોટા નેતા પીડીપીના મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા હતા. વિપક્ષ સહિત દેશભરના લોકો મોદી સરકાર કાશ્મીર અંગે શું કરવા માગે છે તેની કાગડોળે રાહ જોઈ રહી હતી. ત્યારે આ વિશે રાજ્યસભામાં અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે જવાબ આપ્યો.

આ સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370માં ફેરફારની મંજૂરી આપી દીધી છે. જેથી હવે નવા કાશ્મીરનું સર્જન થશે. આખરે 72 વર્ષ બાદ રાજ્યસભા સદનમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદને જવાબ આપ્યો હતો કે, તમામ વસ્તુઓ કાશ્મીર મુદ્દા પર જ છે. સરકાર જમ્મુ કાશ્મીર મુદ્દે ચાર બિલ લઈને આવી છે.

અમિત શાહે પોતાના ભાષણમાં અનુચ્છેદ 370ની કલમ વિશે વાત કરી હતી અને આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો.અમિત શાહે ગૃહમાં જ્યારે પ્રસ્તાવ રજૂ કર્યો એ સાથે જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતો. અમિત શાહે કલમ 370 હટાવવાની ભલામણ કરી હતી.

શાહે જણાવ્યું કે રાષ્ટ્રપતિના અનુમોદન બાદ અનુચ્છેદ 370ના તમામ ખંડો લાગૂ નહી થાય. એટલે કે સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાની ભલામણ કરી છે.

કાશ્મીર પર અમિત શાહનું મોટુ એલાન, કાશ્મીરમાં બંધારણની કલમ 370 (1) સિવાય કોઇ ધારા લાગૂ નહી થાય.

જમ્મુ કાશ્મીર મુદ્દે સરકાર ચાર બિલ લાવી

જમ્મુ કાશ્મિર મામલે સરકાર 4 બિલ લાવી છે. સરકારે આર્ટિકલ 370 હટાવવા ભલામણ કરવાની સાથે જ રાજ્યસભામાં સૌથી મોટો હોબાળો શરૂ થયો છે. જમ્મુ કાશ્મીર મુદ્દે વિપક્ષ એકજૂટ થયો છે. સંસદ ભવનમાં વિપક્ષના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ, જેડીએસ, ટીએમસી, ડીએમકે અને જેડીયુના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં જમ્મુ કાશ્મીર અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષ મોદી સરકારની નીતિ અંગે સવાલ ઉઠાવી રહી છે.

વિપક્ષનો આરોપ છે કે, મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં લોકશાહીની હત્યા કરી રહી છે. જેનો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ જમ્મુ કાશ્મીર મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી છે. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરની વિવિધ પાર્ટીના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. વિપક્ષના સવાલનો જવાબ આપતા અમિત શાહે કેબિનેટ બેઠક અંગે જવાબ આપ્યા છે.

Read Also

Related posts

ATMની ટેકનોલોજી બદલવા RBIના આદેશોને ઘોળીને પી જતી બેંકો, માત્ર 2 બેન્કોના ATM સેફ

Dilip Patel

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

Dilip Patel

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!