GSTV

સસ્પેન્સ: જમ્મુ કાશ્મીરમાં શું ફરી વાર કંઈ મોટુ થવા જઈ રહ્યુ છે ! પીએમ મોદી 14 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મીટિંગ

Last Updated on June 19, 2021 by Pravin Makwana

જમ્મુ-કાશ્મિરમાં વિધાનસભા ચુંટણીની અટકળો વચ્ચે કેન્દ્રશાસિત પ્રદેશ અંગે હલચલ તેજ થઇ ગઇ છે, વડાપ્રધાન સાથે મુલાકાત અંગે 14 નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાં રાજ્યનાં 4 પુર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ નેતાઓને 24 જૂનનાં દિવસે દિલ્હી બોલાવવામાં આવ્યા છે, કલમ 370 નાબુદ થયા બાદ પહેલી વખત આ પ્રકારની બેઠક બોલાવવામાં આવી છે, અને આ તમામ નેતાઓને કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ સાથે લાવવાનું કહેવામાં આવ્યું છે.

ચર્ચા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે, અને પીએમ મોદીનાં નિવાસસ્થાને આ બેઠક યોજાશે, જેમાં પુર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા,કોંગ્રેસનાં અગ્રણી નેતા ગુલામ નબી આઝાદ, અને પીડીપીનાં નેતા મહેબુબા મુફ્તીનો સમાવેશ થાય છે. 

તે ઉપરાંત કોંગ્રેસનાં નેતા તારા ચંદ, પીડીપીનાં મુઝફ્ફર હુસેન બેગ, બીજેપીના નિર્મલ સિંહ અને કવીન્દ્ર ગુપ્તા, સીપીઆઇ(એમ)નાં મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ-કાશ્મિર અપની પાર્ટીનાં નેતા અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફ્રન્સનાં સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીનાં નેતા ભીમ સિંહને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 

આ બેઠકમાં મોદી ઉપરાંત અમિત શાહ અને કેટલાક અન્ય કેન્દ્રિય નેતાઓને પણ ઉપસ્થિત રહી શકે છે, એવી આશંકા છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મિરમાં વિધાન સભા ચુંટણીની તૈયારીમાં છે.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!