GSTV

ગુજરાતના બે સાવજોના ઐતિહાસિક નિર્ણયથી રાજ્યભરમાં આતશબાજી અને મિઠાઇ વહેંચાઇ

કશ્મીરમાંથી આર્ટિકલ  ૩૭૦ની કલમ દૂર કરી દેવામાં આવતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ડીસામાં પણ લોકો રસ્તા પર ઉતરી આવીને આ ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો.

ડીસા

આજે ડીસા શહેરમાં લોકોએ આતિશબાજી કરી કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. ડીસામાં  શિવસેનાએ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.એકબીજાનું મો મીઠું કરાવ્યુ હતું.તો ભાજપ કાર્યાલય બહાર પણ ફટાકડા ફોડીને, મોં મીઠું કરાવીને આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો.

જેતપુર

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી 370 નાબૂદ કરી નાખતા દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકારના  નિર્ણયની જેતપુર શહેરના યુવકોએ ઉજવણી કરી હતી.સમગ્ર જેતપુર શહેરના યુવકોએ  જણાવ્યુ હતુ કે વિવાદાસ્પદ કલમ નાબૂદ કરીને ભારતની આઝાદીની ખરી ઉજવણી હવે દેશવાસીઓને કરી શકશે.ખરા અર્થમાં હવે કાશ્મીરનો વિકાસ થશે. હવે ભારત સોને કી ચીડિયા બનવા તરફ ખરા અર્થમાં પ્રયાણ કરશે.

ગાંધીનગર

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયને સમગ્ર દેશ આવકારી રહ્યો છે.ત્યારે ગુજરાતના સંઘના પ્રચારક અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ શાહે પ્રતિક્રિયા આપી હતી.અને કહ્યુ હતુ કે, ભારતના વિલિનિકરણ સમયથી જમ્મુ કાશ્મીરનું જે કોકડુ ગુંચવાયુ હતુ.તે ઉકેલાયુ છે. અને આ અંગે તેમણે પીએમ મોદી અને ગૃહપ્રધાનને અભિનંદન પાઠવ્યા.

ભાવનગર

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવા લીધેલા ઐતિહાસિક નિર્ણયને પગલે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભાવનગરમાં ભાજપ એકમે આતશબાજી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી. ભાવનગર જિલ્લા અને શહેર ભાજપ કાર્યાલય પાસે કાર્યકરોએ ઉમટી પડીને ખુશી મનાવી. 

ડીસા

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવતા ડીસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને સૌથી વધુ ખુશી થઈ હતી. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ વર્ષ 2011માં 26 જાન્યુઆરીના દિવસે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો હતો, ત્યારે પોલીસે તેમને માર માર્યો હતો તેમજ કેસ દાખલ કરી લોકઓપમાં પૂર્યા હતા. મોદી સરકારના આ નિર્ણયને શશીકાંત પંડ્યાએ ઐતિહાસિક ગણાવ્યો હતો. અને અખંડ ભારતના શિલ્પીનું સપનું આજે પુરૂ થયું હોવાનું જણાવ્યું હતું.

જામનગર

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને જામનગરના લોકોએ પણ આવકાર્યો હતો. આ નિર્ણયથી કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ બનશે તેવું જામનગરના લોકોનું માનવું છે. સાથે સાથે લોકો હવે ત્યાં વ્યવસાય અને જમીન ખરીદ વેચાણ શકશે તે વાતે પણ ખુશી વ્યક્ત કરી હતી.

અમદાવાદ

અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારમાં આજે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.મીડિયા અને સોશિયલ મીડિયા પર આર્ટિકલ 370 હટાવવા સંદર્ભે સમાચાર મળતા જ લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.અને ફટાકડા ફોડી, મોં મીઠુ કરાવીને ઉજવણી હતી.

અમદાવાદ ભાજપ જિલ્લા દ્વારા સંગઠન પર્વ નિમિત્તે બેઠક મળી હતી. દરમિયાન જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર કરવાના નિર્ણયને વધાવ્યો. કાર્યકરોએ ફટાકડા ફોડીને ખુશી મનાવી. જિલ્લા પ્રમુખે કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે હંમેશા દેશના હિતમાં નિર્ણયો કર્યા છે.

મહેસાણા

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયની મહેસાણામાં પણ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.મહેસાણા જિલ્લા ભાજપ પર કાર્યકરોએ એકબીજાનું મોં મીઠુ કરીને ઉજવણી કરી હતી.સાથે જ તિરંગો લહેરાવ્યો હતો.

બ્રહ્મ સમાજે આવકાર્યો નિર્ણય

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને બ્રહ્મસમાજ દ્વારા પણ વધાવવામાં આવ્યો છે. ભાજપના નેતા અને અખિલ બ્રહ્મસમાજના સભ્ય યજ્ઞેશ દવેએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવી કાશ્મીરી પંડિતોની મુશ્કેલી દૂર થશે તેવો દાવો રજૂ કર્યો છે.

અમદાવાદના વિદ્યાર્થીઓએ આવકાર્યો નિર્ણય

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નીર્ણયની દેશભરમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.અને કહ્યુ હતુ કે સરકારે લોકોની ઇચ્છા પુ્ર્ણ કરી છે.દેશવાસીઓ આ પગાલાની રાહ જોઇ રહ્યા હતા

છોટા ઉદેપુર

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દેવાના નિર્ણયની છોટાઉદેપુરના રાજપીપળામા બાઈક રેલી સાથે ઉજવણી થઈ હતી.નર્મદાના ટાઈગર ગ્રુપે ફટાકડા ફોડી, આતશબાજી કરીને બાઈક રેલી શરૂ કરી હતી.અને તે સમયે તિરંગો લહેરાવી દેશભક્તિ વ્યક્ત કરી હતી.

રાજકોટ

તો આ તરફ રાજકોટમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.શહેરના સમાંકાઠા વિસ્તારમાં ભાજપના કાર્યકરો અને પૂર્વ કોર્પોરેટર ફટાકડા ફોડીને ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો છે.

સુરત

જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારે લીધેલા ત્રણ મહત્વના નિર્ણયની સુરતમાં પણ ઉજવણી થઈ હતી.સુરતીલાલાઓએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.સુરતીઓએ એકબીજાનું મીઠાઈ વડે મોં મીઠુ કર્યુ હતુ.તેમજ સરકારને આ ઐતિહાસિક નિર્ણય લેવા બદલ શુભકાના અને શુભેચ્છા પાઠવી હતી.

Read Also

Related posts

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana

થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!