GSTV

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ, કાશ્મીર અમારૂ અભિન્ન અંગ છે અને કાયમ રહેશે

સ્વિટ્ઝર્લેન્ડના જિનિવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારની કાઉન્સિલની બેઠકના 43માં અધિવેશનમાં બોલતા વરિષ્ઠ ભારતીય રાજદૂત વિકાસ સ્વરૂપે આ વાત કહી છે. આ સત્ર 24 ફેબ્રુઆરીથી લઈ 20 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન વિદેશી બાબતોના સચિવ વિકાસ સ્વરૂપ પાકિસ્તાનને વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર પણ ગણાવ્યું હતું.

પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણાયક પગલા ભરવાની જરૂર

તેમણે અહીં જણાવ્યું હતું કે, આતંકવાદીઓને માર્ગદર્શન આપતા, નિયંત્રિત કરનારા, ફંડ પુરૂ પાડનારા અને સંરક્ષણ આપનારા દેશો વિરુદ્ધ નિર્ણાયક પગલા ભરવાની જરૂર છે. સામાન્ય વાત છે કે, તેમનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. આતંકીઓ માટે આ પાડોશી દેશ સ્વર્ગ સમાન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

પાકિસ્તાની મંત્રીએ કાશ્મીર પર ઉઠાવ્યા સવાલ

પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શીરીન મજારીએ આપેલા નિવેદન બાદ વિકાસ સ્વરૂપે આ જવાબ આપ્યો હતો, જેમાં તેમણે જમ્મુ કાશ્મીરના લોકો પર કથિત રીતે માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. બાદમાં પાકિસ્તાની મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, ગત 5 ઓગસ્ટના રોજ કરવામાં આવેલા ફેરફારને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.

પાકિસ્તાની મંત્રીને ભારતનો જવાબ

ભારત તરફથી જવાબ આપતા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે, જે દેશ દુનિયામાં આતંકવાદનું અગ્રણી રહ્યું હોય, તે દેશ માનવાધિકારો પર બીજાને શિખામણ આપી રહ્યું છે. ભારતે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવી તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે, ત્યારથી લઈ પાકિસ્તાન આ મુદ્દે ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવા મથી રહ્યું છે, જ્યારે ભારત માટે આ મુદ્દો આંતરિક છે. ભારત આ બાબતે હંમેશા પાકિસ્તાનને સચ્ચાઈ સ્વિકારી લેવા જણાવી રહ્યું છે.

READ ALSO

Related posts

CORONAના ફફડાટ વચ્ચે સારા સમાચાર એ છે કે 102 દર્દીઓ સાજા થયા : દેશમાં ગુજરાતનો રેકોર્ડ ખરાબ, 6નાં મોત, 1 રિકવર અને 69 કેસ

Karan

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah

ઓ બાપ રે… જો આ વ્યક્તિની ભવિષ્યવાણી અમેરિકા માટે સાચી પડી તો ટ્રમ્પની સત્તા હચમચી જશે, ભારત આવવાનો પણ નહીં થાય ફાયદો

Karan
Do NOT follow this link or you will be banned from the site!