પાકિસ્તાન અને ચીનના વિદેશમંત્રીની બેઠક બાદ બંને દેશોએ સંયુક્ત નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે Jammu Kashmir નો ઉલ્લેખ કર્યો હતો. જેથી ભારતે આ નિવેદનને સ્પષ્ટ રીતે રદિયો આપ્યો છે.

Jammu Kashmir ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે
વિદેશ મંત્રાયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે શનિવારે જણાવ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ Jammu Kashmir ભારતનું અભિન્ન અને અખંડ અંગ છે. અમે આશા રાખીએ છીએ કે સંબધિત પક્ષ ભારતના આંતરીક મામલમાં હસ્તક્ષેપ નહીં કરે. અનુરાગ શ્રીવાસ્તવે આગળ કહ્યું કે ચીન તાત્કાલિક સીપીઇસીનું કામ બંધ કરે. ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો કેટલોક ભાગ ભારતના એ વિસ્તારમાંથી પસાર થાય છે, જેના પર પાકિસ્તાનનો ગેરકાયદે કબ્જો છે.

ચીનના નિવેદનને વિદેશ મંત્રાલયનો રદિયો
ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમે ગુલામ કાશ્મીરની અંદર યથાસ્થિતિ બદલવાની કોઇ પણ દેશના પ્રયાસની કડક શબ્દોમાં નિંદા કરતા રહેશું. અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે અમે આ પહેલા પણ ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનને રદિયો આપ્યો છે. જેમાં જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ હોય. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, જેના પર ટિપ્પણી કરવાનો કોઇ પણ અધિકાર નથી. જમ્મુ કાશ્મીર સંપૂર્ણ રીતે ભારતનો આંતરીક મામલો છે.
ભારતે કર્યો ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ
આ નિવેદન દ્વારા ભારતે ફરી એક વખત ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ કર્યો છએ. કારણ કે આ કોરિડોરનો કેટલોક ભાગ પાકિસ્તાન અધિકૃત Jammu Kashmirમાંથી પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાકિસ્તાન અને ચીનના વિદેશમંત્રીની મુલાકાચત થઇ હતી. જેમાં પાકિસ્તાને ચીનને ઉઇગર મુસ્લિમોના મુદ્દે સમર્થન આપ્યું હતું તો સામે ચીને પાકિસ્તાનને કાશ્મીર અંગે સમર્થન આપ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર
MUST READ:
- મચ્છર મારવાના રેકેટમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ? જો એટલો જ ઝાટકો આપણને લાગે તો ?
- ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન
- હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ
- દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ
- શું તમે Facebook, Twitter અને Amazon જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડના મૂળ નામોથી પરિચિત છો ?