GSTV

35,000 બાદ વધારે 8,000 સૈનિકો જમ્મુ કાશ્મીરની ઘાટીમાં મોકલવામાં આવ્યા, સેના હાઈ એલર્ટ પર

કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો. જો કે બસપાએ સરકારને સમર્થન આપ્યું હતું તો જેડીએસે તેનો વિરોધ કર્યો હતો. વિધેયકના આધારે હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અલગ થઈ ચૂક્યા છે. બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. જો કે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય તેની સામે જમ્મુ કાશ્મીરમાં દિલ્હીની માફક વિધાનસભા હશે.

આ સાથે જ કલમ 370 અને 35Aને નાબુદ કરી દેવામાં આવી છે. આ બંન્ને કલમોને નાબુદ કરતા કાશ્મીરની હાલની સ્થિતિ કંઈક આવી થઈ છે.

કલમ ૩૭૦ હટતા

  • જમ્મુ-કાશ્મીરમાં તિરંગો લહેરાવી શકાશે
  • જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો નહીં હોય
  • રાજ્યના નાગરિકોને બેવડું નાગરિકત્વ નહીં મળે
  • રાજ્યના નાગરિકો ભારતના રાષ્ટ્રીય પ્રતિકો કે રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તો ગુનો બનશે
  • સુપ્રીમ કોર્ટના આદેશ જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે
  • જમ્મુ-કાશ્મીરની યુવતી અન્ય રાજ્યના પુરૂષ સાથે લગ્ન કરે તો તેનું કાશ્મીરી નાગરિકત્વ ખત્મ નહીં થાય
  • બહારથી આવેલા કોઇ પણ નાગરિકો કાશ્મીરમાં જમીન ખરીદી શકશે
  • રાઇટ ટુ ઇન્ફોમેર્શન, રાઇટ ટુ એજ્યુકેશન સહિત અનેક કાયદાઓ લાગુ પડશે

આ સાથે જ હવે જમ્મુ કાશ્મીરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાં 8 હજાર વધારે સૈનિકો ઘાટીમાં મોકલવામાં આવ્યા છે. કાશ્મીરમાં આ પહેલા 35,000 સૈનિકો હતા જે પછી વધારે 8000 સૈનિકો સુરક્ષા માટે મોકલવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

હોટેલમાં પાર્ક વાહન મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો, હોટલની છે જ જવાબદારી

Mayur

ના હોય! સ્ટાફને અંધારામાં રાખીને પોર્ન ફિલ્મ શૂટ કરવા લાગ્યાં એડલ્ટ સ્ટાર્સ, જોત જોતામાં તો….

Bansari

ભારતના પાડોશી દેશને ડુંગળીએ ચૌધાર આંસુએ રડાવ્યા, ભાવ 225 રૂપિયા પ્રતિ કિલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!