GSTV
Home » News » ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

જમ્મુ કાશ્મીરમાં ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખે નજરકેદમાંથી મુક્તિ માટે બોન્ડ ભર્યા છે. મીરવાઈઝ હર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ છે. તેમને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ નજર કેદ કરવામાં આવ્યા હતા. નજર કેદમાંથી મુક્તિ માટે તેમણે અધિકારીઓની હાજરીમાં બોન્ડ ભર્યા.

બોન્ડમાં હસ્તાક્ષર કરતાની સાથે મીરવાઈઝ કાશ્મીર ખીણમાં કોઈપણ પ્રકારની ગતિવિધિમાં સામેલ નહીં થઈ શકે.  સરકાર નજરબંધ નેતાઓને મુક્ત કરવા માટે બોન્ડ ભરાવી રહી છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતાની સાથે પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિતના 40 નેતાઓને નજર કેદ કર્યા છે.

જ્યારે ફારૂખ અબ્દુલ્લા વિરૂદ્ધ  જન સુરક્ષા અધિનિયમની કલમ દાખલ કરવામાં આવી છે. જેથી ફારૂખ અબ્દુલ્લા બે વર્ષ સુધી નજરકેદમાં રહેશે.

Read Also

Related posts

માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે ચાનું સેવન, રિપોર્ટમાં આવ્યું તારણ

pratik shah

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

Kaushik Bavishi

ગાડી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છો તો આ નિયમ પાળજો નહીં તો પોલીસ કરશે ફરિયાદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!