GSTV
Home » News » જમ્મુ-કાશ્મીર મામલે ગરમાયુ રાજકારણ, રાજ્યપાલે રાહુલ ગાંધીની આ માગને ફગાવી દીધી

જમ્મુ-કાશ્મીર મામલે ગરમાયુ રાજકારણ, રાજ્યપાલે રાહુલ ગાંધીની આ માગને ફગાવી દીધી

આજે જમ્મુ-કાશ્મીર મામલે રાજકીય પક્ષોમાં ચડસા ચડસી વધી છે. રાહુલે કાશ્મીરની મુલાકાત માટેનું ટ્વીટ કરતાં રાજ્યપાલે અમે વિશેષ વિમાનની વ્યવસ્થા ગોઠવી આપીએ એવી સલાહ આપ્યા બાદ Twitter પર tweetનો મારો ચાલ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, વિપક્ષી નેતાના એક પ્રતિનિધિ મંડળને જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે મંજૂરી આપવામાં આવે. અમે વિપક્ષી નેતા સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આવવાના આમંત્રણનો સ્વિકાર કરીએ છીએ. રાહુલે કહ્યું કે અમને એરક્રાફ્ટ નહીં પણ અમને જમ્મુ કાશ્મીર આવવાની મંજૂરી આપવામાં આવે અમે સાથે જમ્મુ કાશ્મીરની જનતા સાથે મુલાકાત કરવાની પણ મંજૂરી આપવામાં આવે.

જોકે, આ બાબતે રાજ્યપાલ મલિકે રાહુલને રાજકારણ ન કરવાની સલાહ આપી સ્પષ્ટ મુલાકાતની મનાઇ ફરમાવી દીધી છે. હાલમાં કાશ્મીરમાં શાંતિનો માહોલ છે. આ દરમિયાન પ્રતિનિધિમંડળની મુલાકાત સમયે સ્થાનિક લોકોની સમસ્યા વધશે એમ જણાવી રાહુલની માગને ઠુકરાવી દીધી છે. આજે સતત ટ્વીટર પર આ બાબતે બબાલ ચાલી છે. રાજ્યપાલ મલિક કાશ્મીરમાં સતત શાંતિપૂણ માહોલ હોવાનું રટણ કરી રહ્યાં છે.

કોંગ્રેસ નેતા શશી થરૂરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી. થરૂરે ટ્વિટ કરીને કહ્યુ કે, માત્ર રાહુલ ગાંધી જ નહીં સત્યપાલ મલિકે સર્વદળીય પ્રતિનિધિ મંડળને જમ્મુ કાશ્મીર બોલાવવુ જોઈએ.

આ પ્રતિનિધિ મંડળ જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેની તમામ વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. થરૂરે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાઈ રહી છે જોકે, રાહુલ ગાંધીના નિવેદનનું સત્યપાલ મલિકે ખંડન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીર આવે તેમના માટે વિશેષ વિમાન મોકલવામાં આવશે. જોકે, આ બાબતે દિવસભર વિવાદ ચાલ્યો છે. રાજ્યપાલ મલિકે રાહુલની માગને ફગાવી દીધી છે.

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva

વિદેશી મીડિયામાં ટ્રમ્પનો ભારત પ્રવાસ : ‘મોદીએ ટ્રમ્પ માટે પસંદ કર્યો તેમનો પહેલો પ્રેમ’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!