GSTV

પુલવામા હુમલાની બીજી વરસી પર મોટું આતંકી કાવતરું નિષ્ફળ, જમ્મુમાં ખતરનાક સાત કિલો વિસ્ફોટક મળી આવ્યો

ARMY

Last Updated on February 14, 2021 by Pravin Makwana

સુરક્ષા દળોએ રવિવારના રોજ જમ્મુના બસ સ્ટેન્ડ પાસેથી વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી 7 કિલો વિસ્ફોટક મળી આવ્યો છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, ‘પુલવામા હુમલાને આજે બે વર્ષ થયા ત્યારે આજના દિવસે આતંકવાદીઓ કોઇ મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં. હાલમાં સાંજના 4.30 વાગ્યે જમ્મુ ઝોનના આઈજીપી મુકેશ સિંહ મીડિયાને સંબોધન કરશે અને આ મામલે વધુ વિગત આપશે.

જમ્મુમાં આતંકી ગતિવિધિઓ તેજ થવાથી સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક થઇ ગઇ છે. લશ્કર-એ-મુસ્તફાના આતંકી માલિકની ધરપકડ, સાંબામાં સુરંગ અને હથિયારોનું મળવું એ દર્શાવે છે કે, કાશ્મીરમાં ખાત્માની હરોળ પર આતંકી સગઠનોએ હવે જમ્મુ સંભાગમાં ષડયંત્રોને તેજ કરી દીધાં છે.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનની ખાનગી એજન્સી ISI માટે જમ્મુ-સંભાગના સાંબા જિલ્લા ઘુસપેઠ અને હથિયાર પહોંચાડવાનો સૉફ્ટ ટાર્ગેટ બનતો જઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સીમાનો હાઇવે નજીક હોવાનો પણ આતંકીઓ લાભ ઉઠાવી રહ્યાં છે. જો કે, કલમ 370 હટ્યા બાદ સેના અને પોલીસની સતર્કતાથી આતંકીઓ કોઇ પણ ષડયંત્રને અંજામ આપવામાં સફળ નથી થઇ રહ્યાં.

READ ALSO :

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!