GSTV

જમ્મુ કાશ્મીર / અવંતીપોરાના ત્રાલમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ, જૈશનો ટોચનો કમાન્ડર ઠાર મરાયો

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવામાં જોતરાયેલા સુરક્ષા દળોને બુધવારે વધુ એક સફળતા હાથ લાગી છે. અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં ભીષણ અથડામણમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ટોપનો કમાન્ડર શામ સોફી ઠાર મારવામાં આવ્યો છે. IGP કાશ્મીરે જૈશના આ આતંકીની ઓળખને લઈને ખુલાસો કર્યો છે. આ અથડામણ ત્રાલને તીલવાની મહોલ્લામાં શરૂ થઇ હતી.

કાશ્મીર

જાણકારી મુજબ પોલીસ અને સુરક્ષા દળોને આ સૂચના મળી હતી કે આ વિસ્તારમાં સંદિગ્ધ આતંકીઓ છુપાયેલા છે. ત્યાર બાદ, સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઇ ગઈ. જોકે, સુરક્ષા દળોને આ મામલે મોટી સફળતા મળી છે. જાણકારી મુજબ આતંકીઓ રહણાંક વિસ્તારમાં એક ઘરમાં ધૂપાયેલા હતા. સુરક્ષાદળોએ તેની આસપાસના સમગ્ર વિસ્તારને ઘરી લીધો હતો.

બગાઈના જંગલોમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

આ ઉપરાંત પુંછ રાજૌરીના બગાઈના જંગલોમાં પણ છેલ્લા 2 દિવસથી સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહયું છે. પુંછ  વિયસ્તરમાં જ આતંકીઓ સાથે અથડામણમાં જેસીઓ સહીત પાંચ જવાનો શહીદ થયા હતા. ત્યારેથી જ સુરક્ષાદળો આતંકિઓનું પગેરું શોધવામાં લાગી ગયા હતા.

90નો દશકો પાછો લાવવાની ફિરાકમાં આતંકીઓ

વાસ્તવમાં આતંકીઓ કાશ્મીરમાં 1190નું દશક પાછું લાવવા માંગે છે. આ જ કારણે, કાશ્મીરી પંડિતો સહીત બિન-મુસ્લિમોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે જેથી ડરનો માહોલ ઉભો કરી શકાય. પોલીસ સ્પષ્ટ કરી ચુકી છે કે અહીં એક ષડયંત્ર રચવામાં આવી રહયું છે જેથી લોકો વચ્ચે ડર અને તણાવ ઉભો કરી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!