GSTV
India News ટોપ સ્ટોરી

Jammu Kashmir Encounter : પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Jammu Kashmir Encounter

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપુરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારના રોજ મોડી રાત્રે અથડામણ થઇ હતી. આ વાતની જાણકારી કાશ્મીર ઝોન પોલીસે આપી છે. અથડામણ રાજપુરા વિસ્તારના ઉસગામ પથરીમાં થઇ. જેમાં એક આતંકી ઠાર થઇ ગયા છે. આતંકીની ઓળખ શોપિયાંના રહેવાસી ફિરોઝ અહમદ દાર તરીકે થઇ છે. સુરક્ષા દળોને અહીં આતંકીઓ છુપાયાની સૂચના મળી હતી. જ્યાર બાદ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ત્યારે આતંકીઓ ફાયરિંગ કરીને ભાગવાની કોશિશ કરી, જ્યાર બાદ સુરક્ષા દળોએ જવાબી ફાયરિંગ કર્યું.

jammu kashmir

તેનાથી લગભગ એક દિવસ પહેલાં જ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકવાદી ઠાર કરી દેવાયા હતાં. અધિકારીઓએ આ અંગેની જાણકારી આપી. રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે પૂંછના બહરામગલા વિસ્તારમાં હથિયારબંધ આતંકવાદીઓની ઉપલબ્ધીની ખાનગી સૂચનાઓ મળ્યા બાદ એક તપાસ અભિયાન ચલાવ્યું. મંગળવારના રોજ તડકા અભિયાન દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીઓ ચલાવીને ભાગવાની કોશિશ કરી. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી કે જેનાથી અથડામણ શરૂ થઇ ગઇ. જેમાં એક આતંકવાદીને ઠાર કરી દેવાયો.

Jammu kashmir

AK-47 સહિત અનેક સામાન જપ્ત

અથડામણ સ્થળથી એક AK-47 રાઇફલ, ચાર મેગેઝીન અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યાં. આ સિવાય સોમવારના રોજ શ્રીનગરના બહારના વિસ્તારમાં સુરક્ષાદળોએ એક અથડામણમાં બે અજ્ઞાત આતંકવાદીઓને ઠાર કરી દીધાં. અથડામણ રંગ્રેઠ વિસ્તારમાં થઇ હતી. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, બે આતંકીઓને ઠાર કરી દેવાયા છે.

GSTV

READ ALSO :

Related posts

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો

GSTV Web Desk

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk
GSTV