GSTV

કાશ્મીરી બાળક માટે વિકેટકીપર બની ગયો પોલીસ જવાન, Photo વાઇરલ

Last Updated on January 23, 2018 by

જમ્મૂ કાશ્મીરમાં પથ્થરમારા અને ફાયરિંગની તસવીરોને તો તમે જોઇ હશે. પરંતુ આ વખતે જે તસવીર કાશ્મીરથી નીકળીને સામે આવી છે તેણે ઘૃણાની જગ્યાએ મિત્રતાને રજૂ કરી છે. આ તસવીરમાં એક કાશ્મીરી બાળક છે. ક્રિકેટનું બેટ છે. બોલ છે, જમ્મુ કાશ્મીર પોલીસનો જવાન છે. અને તેનો સુરક્ષા ઘેરો છે.

બાળક સાથે ક્રિકેટ રમી રહેલા એક જવાન વસીમ જમ્મુ કાશ્મીરમાં પોલીસ છે. શ્રીનગરમાં જામિયા મસ્જિદ પાસે એક બાળક સાથે ક્રિકેટ રમી રહ્યો છે. જેમાં તે વિકેટ કીંપિગ કરી રહ્યો છે. આ તસવીરને બાસિત જરગરે શેર કરી છે.

આ તસવીરમાં સ્ટંપની જગ્યાએ જવાન તેની સુરક્ષા કવચનો ઉપયોગ કરી રહ્યો છે. જેના કારણે પથ્થરમારા દરમ્યાન સ્વંયને બચાવી શકાય.

કાશ્મીરમાં કાદલ નરસંહારને 28 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. 28 વર્ષ પહેલા 21 જાન્યુઆરી 1990 ના રોજ નરસંહારમાં 50 લોકોના મોત થયા હતા. તે નરસંહાર પર અહીં વિરોધ પ્રદર્શન ચાલું છે. તેથી અહીં ભારે માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ત્યારે જમ્મુ કાશ્મીરનો આ જવાન અહીં તૈનાત કરાયો છે. પરંતુ બાળકને રમતો જોઇને તે પોતાને રોકી ન શક્યો અને વિકેટ કીપર બની તેની સાથે ક્રિકેટ પર પણ હાથ અજમાવ્યો.

Related posts

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!