GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાને આર્ટિકલ 370નો ઉપયોગ આતંકવાદ વધારવામાં કર્યો-PM મોદી

Last Updated on August 9, 2019 by Mayur

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહેલીવાર રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો. મોદી પોતાના આ સંબોધનમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ, અલગવાદીઓની નીતિ, 370 અને 35(એ)ની ખરાબ અસર, કાશ્મીરનો રૂંધાઇ રહેલો વિકાસ ઉપરાંત ભવિષ્યમાં કેન્દ્ર સરકાર કાશ્મીરના પુનર્ગઠન પર મન મુકીને પોતાની વાત કરી હતી. તમારો જનપ્રતિનધિ તમારા દ્વારા જ પસંદ કરવામાં આવશે. તમારી વચ્ચેથી આવશે. જેમ પહેલા ધારાસભ્ય હતા તેવી જ રીતે ધારાસભ્ય આગળ રહેશે. કેબિનેટ, મંત્રીપરિષદ પણ આગળ એવી જ રહેશે. જેમ પહેલા તમારા મુખ્યમંત્રી રહેતા એમજ તમારા મુખ્યમંત્રી રહેશે

આ નવી વ્યવસ્થા અંતર્ગત આપણે સૌ મળીને અલગાવવાદથી જમ્મુ કાશ્મીરને મુક્ત કરાવીશું. જ્યારે ધરતીનું સ્વર્ગ, ફરી એકવાર વિકાસની નવી ઉંચાઇઓને પાર કરીને સમગ્ર વિશ્વને આકર્ષિત કરવા લાગશે. નાગરિકોના જીવનમાં ઇઝ ઓફ લિવીંગ વધશે. તેમના હકનું બેરોકટોક મળવા લાગશે. શાસન પ્રશાસનની દરેક વ્યવસ્થા જનહિતના કાર્યોને ગતિથી આગળ વધારશે તો હું નથી માનતો કે કેન્દ્રશાસિત પ્રદેશની વ્યવસ્થા જમ્મુ કાશ્મીરમાં ચલાવી રાખવાની જરૂરત પડશે. લદ્દાખ  કેન્દ્રશાસિત બની રહશે. 

આપણે સૌ ઇચ્છીએ છીએ કે આવનારા સમયમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી થાય. નવી સરકાર બને. નવા તેજસ્વી ઉર્જાવાન એમએલએ બને, મંત્રી બને, મુખ્યમંત્રી બને. હં ખાતરી આપુ છું કે તમને ખૂબ ઇમાનદારી સાથે સંપૂર્ણ પારદર્શક વાતાવરણમાં તમારા પ્રતિનિધી પસંદ કરવાની તક મળશે.

PM મોદીના સંબોધનની ખાસ વાતો

 • જે કાયદો દેશની તમામ જનતા માટે બનતો હતો તેના લાભથી જમ્મુ કાશ્મીરના દોઢ કરોડથી વધુ લોકો વંચિત રહેતા હતા
 • ઇદ નજીક છે, માટે મારી તરફથી તમને સૌને ઇદની શુભેચ્છા. સરકાર તે વાતનું ધ્યાન રાખી રહીં છે કે ત્યાં ઇદની ઉજવણીમાં કોઇ અડચણ ન ઉભી થાય.
 • દુનિયાભરના લોકો ફિલ્મોની શૂટિંગ કરવા માટે જમ્મુ-કાશ્મીર આવશે. તમામ ફિલ્મો રોજગારના અવસર લઇને આવશે. હું હિન્દી, તામિલ, તેલુગુ અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રાથમિકતા આપે.
 • સેના અને પેરામિલિટ્રી દ્વારા સ્થાનિક યુવકોની ભરતી માટે રેલીઓનું આયોજન કરવામાં આવશે
 • સેના અને પેરામિલિટ્રી દ્વારા સ્થાનિક યુવકોની ભરતી માટે રેલીઓનું આયોજન કરવામાં આવશે
 • પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓને પણ રોજગારીની તક ઉભી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે
 • નવી સરકારમાં તે પ્રાથમિકતા રહેશે કે કર્મચારીઓને તમામ સગવળતા મળે જે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મળતી હતી. હેલ્થ સ્કીમ, ભાડા ભથ્થું, બાળકોના શિક્ષણ માચે એલાઉન્સ તે બધુ મળશે.
 • આર્ટિકલ 370 રદ થતા જમ્મુ-કાશ્મીર ટૂંક સમયમાં નકારાત્મક પરિણામોમાંથી બહાર આવશે
 • દલિતો પર થતા અત્યાચાર અટકાવવા માટે કડક કાયદો છે, પરંતુ કાશ્મીરમાં આવા કોઇ કાયદા નથી.
 • દેશના અન્ય રાજ્યોમાં બાળકોને શિક્ષણનો અધિકાર છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના બાળકોને તેનાથી વંચિત હતા.
 • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કેન્દ્રીય અને રાજ્યની ખાલી પડેલી બેઠકો ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેનાથી સ્થાનિક યુવકો અને રોજગારની તક ઉભી થશે.
 • પાકિસ્તાને આર્ટિકલ 370 અને 35(એ)ને ભારતની સામે હથિયાર તરીકે ઉપયોગ કર્યો
 • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો વિકાસ તે ગતિથી થયો નથી જેનું તે હકદાર છે.
 • વ્યવસ્થાની કમી દુર થવાથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોનું વર્તમાન તો સુધરશે સાથે જે ભવિષ્ય પણ સુધરશે
 • જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડરનું હતું, ડો. શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું, અટલજી અને કરોડો દેશભક્તોનું હતું તે હવે પુરૂ થયું છે: PM
 • દેશના અન્ય રાજ્યોમાં લઘુમતીઓના હિતોનું સંરક્ષણ માટે માઇનોરિટી એક્ટ લાગુ છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં એવું કંઇ હતું નહીં. દેશના અન્ય રાજ્યોમાં શ્રમીકોના હિતોની રક્ષા માટે લઘુતમ વેતન એક્ટ લાગુ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં આ ફક્ત કાગળો પર જ મળે છે: PM
 • સામાજિક જીવનમાં કેટલીક વાતો, સમયની સાથે એટલી ઓતપ્રોત થઇ જાય છે કે કેટલીયવાર તે ચીજોને કાયમી માની લેવામાં આવે છે. આર્ટિકલ 370ની સાથે પણ એવો જ ભાવ હતો. તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઇ-બહેનોને જે નુકશાન પહોંચાડી રહ્યું છે તેની ચર્ચા થતી જ નથી: PM
 • એક રાષ્ટ્ર તરીકે, એક પરિવાર તરીકે, આપણે, અમે, સમદ્ર દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક એવી વ્યવસ્થા, જેના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઇ બહેનો જે પોતાના અધિકારોથી વંચિત હતા, જે તેમના વિકાસમાં અડચણો હતી, તે આપણા સૌના પ્રયાસો થકી દૂર થઇ ગયા છે: PM
 • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઇ છે. દેશમાં તમામ નાગરિકોના અધિકાર અને જવાબદારીઓ સમાન છે: PM
 • આર્ટિકલ 370 અને 35(એ)એ કાશ્મીરને આતંકવાદ અને અલગાવવાદ સિવાય કશું આપ્યું નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel

સાવધાન/ અજીબ નામ વાળા WiFi નેટવર્કથી બનાવો દુરી, iPhone યુઝર્સ માટે કંપનીએ જારી કરી ચેતવણી

Damini Patel

જોરદાર ઑફર/ માત્ર 49 રૂપિયામાં ઘરે લઇ આવો TVSનું આ શાનદાર સ્કૂટર, 6 મહિના સુધી નહીં ચુકવવી પડે એકપણ EMI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!