GSTV
Home » News » કાશ્મીર: અનંતનાગમાં આતંકીઓ સામે અથડામણ, મેજર શહિદ, અન્ય એક જવાન ઘાયલ

કાશ્મીર: અનંતનાગમાં આતંકીઓ સામે અથડામણ, મેજર શહિદ, અન્ય એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ. જેમા સેનાના એક મેજર શહીદ થયા છે. અથડામણમાં મેજર ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધા. મેજર બાદ અન્ય એક જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાન 19મી રાષ્ટ્રીય રાઇફલના છે. સેનાએ અનંતનાગમાં બે જેટલા આતંકવાદીઓનો ઘેરાવ કર્યો છે.

સેનાને બાતમી મળતાની સાથે સેનાએ અનંતનાગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે દરમ્યાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યુ હતુ. જે બાદ રાષ્ટ્રીય રાઇફલ, સીઆરપીએફ અને એસઓજીએ મોરચો સંભાળ્યો છે. અથડામણના કારણે સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી, અને સેનાએ આતંકવાદીઓને ઘેરાબંધી કરી. આ પહેલા પણ સેનાએ અનંતનાગમાં બે આતંકવાદીને ઠાર કર્યા હતા. સેનાએ પુલાવામા હુમલા બાદ ઘાટીમાં ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યુ છે. જેના કારણે આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો છે.

इससे पहले, जम्मू कश्मीर के अनंतनाग जिले में गत बुधवार को सुरक्षा बलों और आतंकवादियों के बीच हुई मुठभेड़ में केंद्रीय रिजर्व पुलिस बल (सीआरपीएफ) के पांच जवान शहीद हो गए, इसके अलावा हमले में घायल सदर अनंतनाग के एसएचओ अरशद खान की भी रविवार को मौत हो गई थी. इस घटना में एक आतंकवादी भी मारा गया था. घटना में तीन सुरक्षाकर्मी और एक नागरिक घायल हो गए थे. शहीद सुरक्षाकर्मियों में दो सहायक उपनिरीक्षक (एएसआई) रैंक के अधिकारी शामिल थे.

મળતી માહિતી પ્રમાણે આતંકવાદી સુરક્ષાદળો સામે ગોળાબારી કરી રહ્યા હતાં. ત્યારે અથડામણ દરમિયાન એક આતંકી ઠાર મરાયો છે. તેમજ પાંચ સીઆરપીએફ જવાનો પણ શહિદ થયા છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે અથડામણ દરમિયાન એક મહિલા, એક સ્ટેશન હાઉસ ઓફિસર અને બે સીઆરપીએફનાં જવાનો ઘાયલ થયા છે.

સીઆરપીએફ સૂત્રોનાં કહ્યા મુજબ હુમલામાં શામેલ ઓછામાં ઓછો એક હુમલાખોર આત્મઘાતી હુમલો કરવા માટે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઘટનાસ્થળેથી બે આતંકી ફરાર થઇ ગયા છે. જ્યારે ફિદાયીન હુમલો કરવા વાળા આવેલો આતંકી ભાગ્યો નથી. પોલીસ સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે, ઘાયલ એસએચઓને વધુ સારવાર માટે શ્રીનગરની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છએ. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સ્થાનિક સ્તરે સારવાર આપવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

માંડ-માંડ બચ્યું 153 મુસાફરો સાથેનું વિસ્તારા વિમાન, માત્ર 10 મિનિટ ચાલે એટલું જ ઈંધણ હતું અંદર

NIsha Patel

6 વર્ષની માસૂમ બની હેવાનિયતનો ભોગ, નરાધમે એવી હાલત કરી કે શરીરના એક-એક અંગ પર લેવા પડ્યા ટાંકા

Bansari

કુરાન વહેંચવાના ઝારખંડ કોર્ટના આદેશ વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરશે ઋચા ભારતી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!