GSTV
India News Trending

જમ્મુ-કાશ્મીર/ કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર હોવાનો અમિત શાહનો સ્પષ્ટ મેસેજ, હટાવી દીધા બુલેટપ્રૂફ કાચ

જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની યાત્રાએ ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટેજ પર પોતાની સુરક્ષા માટે મૂકાવાયેલા બુલેટપ્રૂફ કાચ દૂર કરાવ્યા તેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો આતંકવાદીઓનો પ્રભાવ સૌથી વધારે એ છે એવા જિલ્લાઓમાંથી એક બારામુલ્લાનો છે. શાહનો કાફલો શહીદ શેખ મુદ્દસીરના ઘરે જવા રવાના થયો પછી શાહે રૂટ પણ બદલાવ્યો હતો.

શાહનો કાફલો સુરક્ષા દળોએ નક્કી કરેલા નિર્ધારિત રૂટના બદલે દુર્ગમ રસ્તેથી થઈને ઉરી પહોંચ્યો હતો. શાહે એ રીતે કાશ્મીરમાં સ્થિતીની જાતતપાસ કરવાનું પસંદ કર્યું છે.

શાહે પોતે આતંકવાદીઓથી ડરતા નથી અને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે એવો સ્પષ્ટ મેસેજ આપવા બુલેટપ્રૂફ કાચ દૂર કરાવ્યા તેની પ્રસંશા થઈ રહી છે. લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, દેશના ગૃહ મંત્રી આ રીતે મર્દાના મિજાજ બતાવશે તો કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખદેડવા મુશ્કેલ નથી. શાહે બારામુલ્લામાં અઝાન સમયે પોતાનું ભાષણ રોક્યું હતું. થોડી મિનિટો પછી તેમણે પૂછ્યું હતું કે, અઝાન પૂરી થઈ ગઈ હોય તો બોલવાનું શરૂ કરું?

Read Also

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV