GSTV

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની બેઠક પહેલા 48 કલાક માટે એલર્ટ, હાઈ સ્પીડ ઇન્ટનેટ સ્પીડ સસ્પેન્ડ

Last Updated on June 23, 2021 by Zainul Ansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુરુવારે જમ્મુ-કાશ્મીરને લઇ બેઠક યોજાવવાની છે, જેમા જમ્મુ કાશ્મીરના પક્ષોના નેતા પણ સામેલ થશે. આ વચ્ચે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠક પહેલા જમ્મુ-કાશ્મીર અને નિયંત્રણ રેખા (LOC) પર 48 કલાકનું એલર્ટ જારી કર્યુ છે. સાથે જ હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ કાલે પણ બંધ રાખી શકાય છે.

પીએમ

મહબૂબા મુફ્તી દિલ્હી માટે રવાના

વડાપ્રધાન સાથેની બેઠકમાં સામેલ થવા માટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી પ્રમુખ મહબુબા મુફ્તી શ્રીનગરથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે. તેઓ જમ્મુ-કાશ્મીરને લઇ વડાપ્રધાન મોદીની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં સામેલ થશે.

જમ્મુ-કાશ્મીર ભાજપના નેતા પણ દિલ્હી રવાના

જમ્મુ-કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દર રૈના અને પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી રવિંદર ગુપ્તા જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોની બેઠકમાં ભાગ લેવા જમ્મુથી દિલ્હી જવા રવાના થયા છે.

સર્વપક્ષિય બેઠકમાં ભાગ લેશે ગુપકાર સંગઠન

તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના ગુપકાર સંગઠને નિર્ણય કર્યો છે કે તે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 24 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરને લઇ બેઠક યોજાવવાની છે, જેમા જમ્મુ-કાશ્મીરના પક્ષો, નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

આ બેઠક પહેલા મંગળવારે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક યોજાઈ. આ બેઠક પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થાને થઈ. ગુપકાર નેતાઓની આ બેઠક પછી ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે અમે વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સામેલ થઇશું, બેઠક પછી શ્રીનગર અને દિલ્હીમાં મીડિયા સાથે વાત કરવામાં આવશે. અમારો એજન્ડા વિશે બધા જાણે છે અને તે જ રહેશે.

16 નેતાઓને આમંત્રણ અપાયું

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કુલ 16 નેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક માટે આમંત્રણ અપાયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦, 35A હટાવ્યા પછી રાજ્યના નેતાઓ સાથે વાતચીત કરવાની આ કેન્દ્રની સૌથી મોટી પહેલ છે.

Read Alos

Related posts

ડ્રેગનની હરકતોથી નિપટવા ભારતની તૈયારી, લદ્દાખમાં આતંક વિરોધી એકમના ૧૫ હજાર જવાન ખડકાયા

Damini Patel

BREAKING / જામનગરમાં કપ્પા વેરિયન્ટના નવા 3 કેસથી ખળભળાટ, સ્થાનિક તંત્રના સ્પષ્ટ ઇનકારથી ઊભા થયા અનેક સવાલ

Dhruv Brahmbhatt

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!