GSTV
India News Trending

જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષાદળોએ 4 આતંકવાદીઓની ધકપકડ કરી છે અને તેમનું ઠેકાણુ પણ નષ્ટ કરી દીધુ છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે જાણકારી આપી છે કે, લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 4 આતંકવાદીઓ અવંતીપોરાના જંગલોમાં છુપાયેલા હતા. પોલીસે આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે, પોલીસે સુરક્ષાદળો સાથે મળીને અવંતીપોરાના હાફૂ નગીનપુરા જંગલોમાં આતંકવાદીઓના ઠેકાણાને તબાહ કરી દીધા છે. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 4 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. વાંધાજનક સામગ્રી અને બીજો સામાન જપ્ત કર્યો છે. 

તાજેતરના મહિનાઓમાં ટાર્ગેટ કિલિંગના વધતા મામલા બાદ કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન તેજ થયુ છે. કાશ્મીર ઝોન ADGP વિજય કુમારે પહેલા જાણકારી આપી હતી કે, વર્ષ 2022માં કાશ્મીરમાં 93 અભિયાનોમાં 172 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ઠાર કરવામાં આવેલા મોટાભાગના આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા, ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, અલ-બદર સાથે સંકળાયેલા હતા.

મહત્વની વાત એ છે કે, સુરક્ષાદળોએ આ ઓપરેશન એવા સમયે ચલાવ્યુ જ્યારે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી એક દિવસ પહેલા જ ભારત જોડો યાત્રા સાથે અવંતીપુરાથી પસાર થયા હતા. આ દરમિયાન તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તી પણ સામેલ હતા. 

Related posts

રામનવમીના પાવન દિવસે રીલિઝ થયું આદિપુરુષનું પોસ્ટર, ચાહકો આ રીતે કરશે પ્રચાર

Siddhi Sheth

રામ નવમી 2023: ભગવાન રામનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, વાંચો તેમના સ્વર્ગમાં જવાનું રહસ્ય

Hina Vaja

શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…

Padma Patel
GSTV