જમ્મુ કાશ્મીરના ત્રાલમાં ફરી એક વખત આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા છે. પુલવામાના ત્રાલ ખાતે આતંકીઓ હોવાની જાણ થતા સ્થાનિક પોલીસ અને સુરક્ષાદળોએ મોરચો સંભાળ્યો હતો.

જે બાદ આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલી. જેમાં સુરક્ષાદળના જવાનોએ ત્રણેય આતંકીઓને ઠાર માર્યા. આ દરમ્યાન ઈન્ડિયન આર્મીનાં જવાનોએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં બારૂદ અને હથિયાર કબ્જે કર્યા છે. અથડામણમાં માર્યા ગયેલાં આંતકીઓ હિઝબલ મુજાહીદ્દીન અને જૈશ-એ-મોહમ્મદનાં આતંકીઓ હતા.

આ પહેલા પાકિસ્તાની સેનાએ ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એલઓસી પાસેની સેનાની મુખ્ય ચોકીઓ તેમજ નજીકના ગામને નિશાન બનાવ્યા. પાકિસ્તાને પુંછ જિલ્લામાં એલઓસી પાસેના દેગવર સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો તેમજ મોર્ટાર પણ છોડ્યા.

બીજી તરફ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની હરકતનો જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારીમાં કોઇ નુકસાન કે જાનહાનિ થયાના અહેવાલ નથી.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો