GSTV

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર અને 1 જવાન શહીદ

શ્રીનગરની બહારનાં વિસ્તારમાં રવિવારે સેના સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, માર્યા ગયેલા આતંકીઓ ઉપરાંત પોલીસનાં એક આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર પણ પણ શહિદ થયા છે, પોલીસે આ માહિતી આપી છે.

સર્ચ ઓપરેશન હાથ ધર્યું

શહેર નજીકનાં પંથા ચોક પર પોલીસ અને CRPFનાં સંયુક્ત નાકાબંધી પર આતંકવાદીઓએ ફાયરીંગ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ત્યારબાદ પોલીસ અને CRPFનાં સંયુક્ત દળે આ વિસ્તારને ઘેરી લીધો અને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું.

અથડામણ શરૂ થઇ ગઇ

અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીએ બીજી વખત ગોળીબાર કર્યો જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો ત્યારબાદ અથડામણ શરૂ થઇ ગઇ, તેમણે જણાવ્યું કે આ વિસ્તારને સંપુર્ણપણે ઘેરી લેવામાં આવ્યો હતો, અને આજે સવારે ગોળીબાર શરૂ થયો, તેમણે જણાવ્યું કે આ ગોળીબારમાં ત્રણેય આતંકીઓ માર્યા ગયા.

READ ALSO

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!