GSTV
Home » News » દિકરીના લગ્નમાં 700 કરોડનો ખર્ચ કરનાર મુકેશ અંબાણીને કોણે કહીં દીધું બગડેલો બટાકો?

દિકરીના લગ્નમાં 700 કરોડનો ખર્ચ કરનાર મુકેશ અંબાણીને કોણે કહીં દીધું બગડેલો બટાકો?

થોડા દિવસો અગાઉ પોતાની દિકરી ઈશા અંબાણીના લગ્નમાં 700 કરોડ રૂપિયાથી પણ વઘુનો ખર્ચ કરનાર દિગ્ગજ કારોબારી અને એશિયાના સૌથી અમિર વ્યક્તિ મુકેશ અંબાણી પર નામ લીધા વિના જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કટાક્ષ કર્યો છે.

એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સત્યપાલ મલિકે કહ્યું કે દેશમાં ધનવાન લોકોની કમી નથી પરંતુ આ ધનવાન લોકોને સમાજ પ્રત્યે કોઈ સંવેદનશીલતા નથી અને તે એક બગડેલા બટાકા જેવા છે.

મલિકે કહ્યું કે દેશના સૌથી વધુ ધનવાન વ્યક્તિને જ્યારે એક કાર્યક્રમમાં ચેરિટીને લઈને સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, દેશ માટે ધન કમાય છે ચેરિટી માટે નહીં.

મલિકે કહ્યું કે, શું આ ધનવાન વ્યક્તિ ફક્ત એટલા માટે જ ધન કમાય છે કે જેનાથી તે પોતાની દિકરીના લગ્નમાં 700 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે.

700 કરોડ કરોડથી આ કામ થઈ શેક

મલિકે મુકેશ અંબાણી પર દિકરીના લગ્નમાં 700 કરોડ ખર્ચ કરવાને લઈને ફરી હુમલો કરતા કહ્યું કે, આ 700 કરોજ રૂપિયાથી 700 મોટી સ્કૂલ બનાવી શકાય અથવા શહીદોની 7000 વિધવાઓ પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે છે. પરંતુ દેશના સૌથી સૌથી અમિર વ્યક્તિને આમ નથી લાગતું.

ધર્માર્થનું કાર્ય નથી કરતા ભારતના ધની

આ કાર્યક્રમમાં મલિકે માઈક્રોસોફ્ટના માલિકનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે તે પોતાની કમાણીનો એક મોટો ભાગ ધર્મના કામમાં ખર્ચ કરે છે.

તેમના સિવાય ધણા યુરોપ અને અન્ય દેશોના કારોબારી પણ ધર્મના કાર્ય કરે છે. પરંતુ ભારતના કારોબારી ધર્માર્થના કાર્ય નથી કરતા માટે હું આવા લોકોને બગડેલા બટાકા જેવા માનું છું.

Read Also

Related posts

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur

કર્ણાટકના ધારાસભ્યો અને સ્પીકર બન્નેને રાજી રાખતો સુપ્રીમનો નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!