સીમા સુરક્ષા દળને કઠુઆના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક સુરંગ મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરંગ મળવાના કારણે પાકિસ્તાનના વધારે એક ષડયંત્રની પોલ ખુલી છે. આ સુરંગનો ઉપયોગ આતંકીઓને ભારતમાં મોકલવા માટે થતો હતો.
અધિકારીઓએ કહ્યું કે બીએસએફના જવાનોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે એક સુરંગ શોધી છે. એક અભિયાન દરમિયાન સવારે બોબિયા ગામની અંદર બેસએફના જવાનો દ્વારા આતંકીઓની ઘૂસણખોરી માટે વપરાતી અને સીમાપાર સુધી લંબાયેલી સુરંગને શોધી છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.

The tunnel detected along IB in Hiranagar sector of Kathua is approx 150 mtrs long, proper engineering effort has gone into construction of this tunnel.This is a deliberate effort of Pak to push in terrorists into India. It seems that it hasn't been used recently:IG BSF NS Jamwal https://t.co/qhaTMoj1IQ pic.twitter.com/mvaeVhlmKb
— ANI (@ANI) January 13, 2021
મળતી માહિતિ પ્રમાણે સુરંગની લંબાઇ લગભગ 150 મીટર છે. સાથે જ સુરંગની અંદરથી સિમેન્ટની બોરીઓ મળી છે. જે પાકિસ્તાનની કરાંચીમાં બનેલી છે. પાકિસ્તાનની સૈન્ય ચોકીની બરાબર સામે આ સુરંગ ખોદવામાં આવી છે. બીએસએફને સાંબા વિસ્તારમાં સુરંગ હોવાના ઇનપુટ મળ્યા હતા. જેને ધ્યાને લઇને બીએસફની એક સ્પેશિયલ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાયું જેમાં આ સુરંગ મળી આવી છે. આ સુરંગના મોઢાને સિમેન્ટની બોરીઓ વડે બંધ કરવામાં આવ્યું હતું.
આ પહેલા પણ ગયા વરેષ ઓગષ્ટ મહિનામાં આ જ વિસ્તારમાં એક સુરંગ મળી હતા. તેમાંથી પણ પાકિસ્તાની બોરીઓ મળી હતી. આ વખતે પણ તેવી જ સુરંગ મળી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો કે સીમાપાર ભારતમાં ઘૂસણખોરૂ કરવા માટે 400 આતંકીઓ તૈયાર બેઠા છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….