GSTV
Home » News » જમ્મુ- કાશ્મીરઃ સામાન્ય નાગરી સતત બની રહ્યા છે આતંકવાદીઓનું નિશાન, 48 કલાકમાં બીજો હુમલો

જમ્મુ- કાશ્મીરઃ સામાન્ય નાગરી સતત બની રહ્યા છે આતંકવાદીઓનું નિશાન, 48 કલાકમાં બીજો હુમલો

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ થંભવાનું નામ લઈરહ્યા નથી. આતંકવાદીઓ સતત સામાન્ય નાગરીકો અને સુરક્ષાદળોને નિશાન બનાવી રહ્યા છે.શનિવારે ફરી એકવાર સુરક્ષાદળોને નિશાન બનાવીને આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાંઆવ્યો હતો. પુલવામા જિલ્લાના બાજવાની-ત્રાલ ખાતે આવેલા 42મી રાષ્ટ્રીય રાઈફલ્સનાહેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિનાઅહેવાલ નથી. માત્ર 48 કલાકના સમયગાળામાં બીજી વખત સુરક્ષાદળોની છાવણીને આતંકવાદીઓદ્વારા નિશાન બનાવવામાં આવી છે.

આ પહેલા ગુરુવારે પણ ત્રાલમાં આતંકવાદીઓ દ્વારાસુરક્ષાદળોની એક છાવણી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુવારે દક્ષિણ કાશ્મીરનાત્રાલમાં સેનાના કેમ્પ પર થયેલા હુમલામાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. જ્યારે એકજવાન ગંભીરપણે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આહુમલા બાદ સુરક્ષાદળોએ વળતી કાર્યવાહી કરીને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું. તો ગુરુવારે બપોરે અનંતનાગ અને બારામૂલામાં સુરક્ષાદળોએ છઆતંકવાદીઓને ઠાર કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર પંચાયતઘરની આગચંપીની ઘટના બની છે. શનિવારે સાંજે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના નૌપોરામાં અજાણ્યા લોકો દ્વારા પંચાયતના મકાનને આગ લગાડવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર જઈને આગને કાબૂમાં લીધી છે. જમ્મુ-કાશ્મીરમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં નવ તબક્કામાં પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીનો પહેલો તબક્કો 17 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. પંચાયત ચૂંટણીના એલાન બાદ મધ્ય અને ઉત્તર કાશ્મીર સહીતના દક્ષિણ કાશ્મીરના એક ડઝનથી વધારે પંચાયતઘરો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ વિસ્તારોમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અન્ય કેટલાક પંચાયતઘરોની આગચંપીની કોશિશ થઈ ચુકી છે.

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં રાજ્ય પોલીસનો એક એસપીઓ ઈજાગ્રસ્ત થયો છે. બડગામ જિલ્લાના ચરારે શરીફમાં શનિવારે મોડી રાત્રે કેટલાક આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીર પોલીસના એક એસપીઓ મોહમ્મદ હફીઝના મકાનમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એસપીઓ મોહમ્મદ હફીઝ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. અહીં થી તેને વધુ સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. એસપીઓ મોહમ્મદ હફિઝ ચરારે શરીફના ડીએસપીના કાર્યાલયમાં કાર્યરત હતો. હુમલા બાદ આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થયા હતા. આતંકવાદીઓને ઝડપી પાડવા અહીં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

Read Also 

Related posts

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah

CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, બોલ્યા-PAK અને બાંગ્લાદેશનાં ઘુસણખોરોને ફેંકો બહાર

Mansi Patel

શરદ પવારે કર્યો ખુલાસો, મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખી શિવસેનાને કેમ સાથ આપ્યો ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!