જમ્મુ કાશ્મીરમા ટેરર ફન્ડિંગ મામલે ઉમર ફારૂખ અને નસીમ ગિલાનીને નવુ સમન મોકલાવાયું

umar farooq news

જમ્મુ કાશ્મીરમા ટેરર ફન્ડિંગ મામલે એનએઆઈએ દ્વારા ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને નસીમ ગિલાનીને નવુ સમન મોકલવામાં આવ્યું છે. સમન બાદ બન્ને ભાગલાવાદીને 18 અને 19 માર્ચે એનએઆઈએ સમક્ષ હાજર થવું પડશે.

એનઆઈએ મીરવાઈઝ અને નસીમ ગિલાનીની ટેરર ફન્ડિંગ મામલે પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. આ પહેલા મીરવાઈઝ સહિત અન્ય ભાગલાવાદી નેતાઓને 11મી માર્ચે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જોકે, મીરવાઈઝે સુરક્ષાનું કારણ આગળ ધરીને દિલ્હી આપવાની મનાઈ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે, એનએઆઈએ દ્વારા 26મી ફેબ્રુઆરીએ ભાગલાવાદીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. અને એનઆઈએની ટીમે મીરવાઈઝના મામા મોલવી મંજૂર અને મૌલવી શફતની પૂછપરછ કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter