કાશ્મીરમાં ભારે બરફવર્ષાને પગલે વાહનવ્યવહાર અને વિમાન સેવાને અસર થઈ હતી. શ્રીનગર એરપોર્ટ પરથી ૨૭ ફ્લાઈટના શેડ્યુલ ફેરવાયા હતા અને ૧૫ ફ્લાઈટ રદ થઈ હતી. કેદારનાથમાં પણ ફરીથી બરફવર્ષા થતા જનજીવનને અસર થઈ હતી. ઉત્તરાંખડમા કરા સાથે વરસાદની ચેતવણી જાહેર થઈ હતી.

જમ્મુ અને કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડયો હતો. હવામાન વિભાગે ફેબ્રુઆરીની પાંચથી આઠ સુધી કાશ્મીરમાં ફરી ભારે બરફવર્ષા અને વરસાદની આગાહીર કરી હતી. વહીવટીતંત્રે ચેતવણી જાહેર કરી હતી, હવામાન વિભાગે જણાવ્યું હતું કે પિરપંજાલ પર્વતમાળામાં બારામુલ્લા સુધી ભારે વરસાદ થશે. શ્રીનગરમાં આજે તાપમાન ૦.૨ ડિગ્રી નોંધાયું હતું અને ગુલમર્ગમાં પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
જમ્મુ-શ્રીનગર હાઈવે પર એક તરફી માર્ગ ખુલ્લો મુકાયો હતો.
હિમાચલ પ્રદેશમાં હિમસ્ખલનની ચેતવણી આપી વહીવટીતંત્રે પ્રવાસીઓને ઊંચાઈવાળા વિસ્તારમાં ન જવા સલાહ આપી હતી. ચમ્બા, શિમલા, કુલ્લુ અને કિન્નોર જિલ્લામાં બચાવ ટુકડીને તૈનાત કરાઈ હતી.
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા અને કરા સાથે તોફાનની આગાહી કરી હતી. આગામી ૩૬ કલાક જોખમી હોવાનું જણાવી ઉત્તરકાશી, ચમોલી, રૃદ્રપ્રયાગ વિગેરે વિસ્તારોના લોકોને સાવધ રહેવા સૂચના આપી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. તે રાજસ્થાન ઉપર પણ વિપરિત અસર કરશે.