હવામાન વિભાગે સાત રાજ્યમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી કરી હતી. આ વિસ્તારોમાં બરફ વર્ષા અને વરસાદથી જનજીવન પર અસર પડશે. છેલ્લા થોડા સમયથી કેટલાક રાજ્યોમાં મોસમ બદલાઈ રહ્યું છું, પહાડી ક્ષેત્રોમાં ત્યારે બરફ વર્ષા થઇ હતી.
હવામાન વિભાગે દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તર પ્રદેશના, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારતમાં હવામાનમાં ભારે પલટો આવવાની આગાહી કરી હતી. આ રાજ્યોમાં ફરીથી તીવ્ર ઠંડી શરૃ થશે. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થવાની ચેતવણી જાહેર કરી હતી.

ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાની આગાહીને કારણે જિલ્લા અધિકારીને સતર્ક રહેવાનો આદેશ થયો છે. હવામાન વિભાગના વડા વિક્રમસિંહે જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવે પછીના ત્રણ દિવસ સંવેદનશીલ છે અને ઉત્તરાખંડમાં રેલ એલર્ટ જાહેર છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ ઉંચાઇ વાળા વિસ્તારોમાં રહેનારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઇ હતી.
મસુરીમાં ભારે બરફવર્ષા થઇ પરંતુ ગરમીનો પારો પણ ઝડપથી ઉંચો ગયો પહેલી ફેબુ્રઆરીમાં મસૂરીમાં તાપમાન ૭.૭ ડિગ્રી હતું. તે ચાર દિવસમાં વધીને ૧૮.૬ ડિગ્રી થયું. પણ હવે તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે.
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ
દરમિયાન દિલ્હીમાં આકાશ સ્વચ્છ થયું હતું. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કરા સાથે વરસાદની આગાહી કરી હતી. દિલ્હીનું તાપમાન આજે નવ ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ ૧૦૦ અને ૫૫ ટકાની વચ્ચે રહ્યો હતો. છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વરસાદ થવાની આગાહી કરી હતી.