GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

જમ્મુ – કાશ્મીર: પુલવામામાં આતંકવાદીઓએ કર્યો IED વિસ્ફોટ, 9 જવાન થયા ઘાયલ

તો જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ફરી એકવાર મોટા હુમલાનો પ્રયાસ કર્યો હતો.. સોમવારે સાંજે જ્યારે ભારતીય સેનાના 44 રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટની એક ટુકડી પર પુલવામાના ઇદગાહ અરિહલ વિસ્તારમાં આતંકવાદી હુમલો થયો.. આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યા બાદ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

બ્લાસ્ટ થતાની સાથે જ જવાનોએ મોરચો સંભાળી લીધો હતો અને આતંકીઓને વળતો જવાબ આપ્યો હતો.. આ હુમલામાં નવ જવાન ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો પુલવામાના અરિહાલ ગામમાં અરિહાલ-લાસીપુરા રોડ પર થયો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે ભારે ફાયરિંગ ચાલું છે. આ હુમલો ત્યારે થયો જ્યારે આર્મીની બખ્તરબંધ વાહનોનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો હતો.

થોડા દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં આંતકવાદીઓ એ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના પાંચ જવાન શહીદ થયા હતા.

READ ALSO

Related posts

શેરડીનાં ખેડૂતોના બાકી 20 હજાર કરોડ ચૂકવવા માટે મોદી સરકાર લેશે આ મોટો નિર્ણય

Mansi Patel

મોદી સરકાર ભલે કમ્યુનિટી ટ્રાંસમિશનની ના પાડે પરંતુ આરોગ્ય મંત્રાલયના આ પેપરમાં થયો મોટો ધડાકો

Harshad Patel

POKમાં હક્ક જમાવવા પાકિસ્તાન હવે ચીનના સહારે, આ શહેરમાં પ્રજાએ રોડ ઉપર ઉતરી કર્યો વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!