GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત, પોલીસકર્મીઓને નોકરી છોડવાની ધમકીઓ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હવે નિશસ્ત્ર પોલીસકર્મીઓ તથા સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેઓ સતત સુરક્ષાદળોના મકાનમાં ઘુસીને તેમના પર હુમલા કરી રહ્યા છે અને તેમને ધમકીઓ પણ આપી રહ્યા છે. પુલવામા જિલ્લામાં રવિવારે સીઆરપીએફના જવાનની તેના ઘરમાં ઘૂસીને હત્યા કરાયા બાદ આતંકવાદીઓ દ્વારા હવે ત્રણ પોલીસકર્મીના મકાનમાં ઘૂસીને તેમના પર હુમલા કરવામાં આવ્યા છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ. દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સોમવારે હથિયારબંધ આતંકવાદીઓ દ્વારા ત્રણ પોલીસકર્મીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા.

પોલીસકર્મીઓના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓએ તેમને નોકરી નહીં છોડવાની સ્થિતામાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસોમાં કાશ્મીર ખીણમાં જમ્મુ-કાશ્મીર પોલીસ સહીત સુરક્ષાદળો પર હુમલો કરવાની આ ત્રીજી ઘટના છે. રવિવારે સીઆરપીએફના જવાન નસીર અહમદની પુલવામા જિલ્લાના નાયરા ખાતેના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરવામાં આવી હતી. શનિવારે આતંકવાદીઓએ એસપીઓ મુદાસિર અહમદ લોનનું પુલવામાના ત્રાલમાંથી અપહરણ કરીને તેને ખરાબ રીતે માર માર્યો હતો. જો કે આતંકવાદીઓએ મુદાસિરને નોકરી છોડવાની ચેતવણી સાથે છોડી દીધો હતો.

મુદાસિર જમ્મુ-કાશ્મીર પોલીસમાં કુક તરીકે કામ કરે છે. સત્તાવાર આંકડા મુજબ. આ વર્ષની શરૂઆતના છ માસમાં આતંકવાદીઓએ 39 સુરક્ષાદળોની હત્યા કરી દીધી હતી. જેમાં 17 સેનાના જવાનો, વીસ જમ્મુ-કાશ્મીર પોલીસના કર્મચારીઓ અને બે સીઆરપીએફના જવાનોનો સમાવેશ થાય છે. જાન્યુઆરીથી જૂન-2018 વચ્ચે આતંકવાદીઓના હુમલામાં 98 જવાનો ઘાયલ પણ થયા છે.

Related posts

JEE-NEETની પરિક્ષા માટે એપ્લીકેશન વિંડો ખુલ્લી, બદલી શકો છો તમારૂ પરિક્ષા કેન્દ્ર

Mansi Patel

ચીન સાથે તણાવનું રિઝલ્ટ શૂન્ય, ભારત પાસે છે હવે આ 3 વિકલ્પો

Harshad Patel

એપ્લિકેશન મામલે પણ ભારત બનશે આત્મનિર્ભર, મોદીએ આજે આ એપ ઇનોવેશન ચેલેન્જની કરી મોટી જાહેરાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!