GSTV

જમ્મુ કાશ્મીરઃ પાકિસ્તાનની સ્નાઈપર્સે કર્યુ ફાયરિંગ, પૂંછમાં વધુ એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં ફરીવાર પાકિસ્તાને  અવળચંડાઈ શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સ્નાઈપર્સે કરેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે. છેલ્લા ચાર દિવસમાં સ્નાઈપર્સે ચાર જવાનનો જીવ લીધો છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં લાન્સ નાયક એન્ટી સેબસ્ટિયન કેએમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે  સોમવારે સવા પાંચ વાગ્યે  કૃષ્ણા ઘાટીના મેંઢરમાં પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યુ હતુ. જેમા એક જવાન શહીદ અને બે જવાન ઘાયલ થયા હતા. આ પહેલા શનિવારે અને રવિવારે રાજોરીના સુંદરબની, નૌશારા અને અખનુર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યુ હતું. જેમા ત્રણ જવાન શહીદ થયા હતા.

જમ્મુ કાશ્મીરઃપૂંછમાં વધુ એક જવાન શહીદ

પૂંછમાં પાકિસ્તાનની સ્નાઈપર્સે કર્યુ ફાયરિંગ

ચાર દિવસમાં ચાર જવાન શહીદ

Read Also 

Related posts

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada

કોરોનાનો ભય: અમેરિકાના પ્રમુખે પીએમ મોદી પાસે તાત્કાલિક ધોરણે આ દવાની કરી માગ, વિશ્વની મહાસત્તા પણ ઘુંટણીયે

Ankita Trada

કોરોનાનો ભરડો: ભારતીય કંપની કોરાના વેક્સીનનું આ મહિનામાં મનુષ્ય પર કરશે પરીક્ષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!